Advertisement

ચીનની હાલત થઈ જશે ખરાબ: ભારતે LAC પર Pinaka અને Smerch કરી તૈનાત, દુશ્મનના વિસ્તારમાં સ્ટ્રાઈક કરવાની ક્ષમતા

07:11 PM Oct 22, 2021 | pratik shah |
Advertisement

GSTV

ચીનની કોઈ પણ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ તૈયાર કરી લીધી છે.. બોફોર્સ તોપ,, હોવિત્ઝર તોપ અને એન્ટી એરક્રાફ્ટ ગન બાદ ભારતીય સેનાએ અરૂણાચલ પ્રદેશની સરહદે હવે પોતાના વધુ બે યોદ્ધાની તૈનાતી કરી છે.. સેનાએ અહીં પિનાકા રોકેટ સિસ્ટમ અને સ્મર્ચ રોકેટ સિસ્ટમને તૈનાત કરી દીધી છે.

આ રોકેટ સિસ્ટમને અરૂણાચલ પ્રદેશ અને આસામની સરહદ નજીક એલએસીના ડેપ્થ એરિયામાં તૈનાત કરાઈ છે… અહીં તૈનાત રોકેટ લોન્ચ સિસ્ટમ દુશ્મનના વિસ્તારમાં અંદર સુધી પ્રહાર કરીને ચોક્સાઈ પૂર્વક નિશાન સાધી શકે છે.. ઈસ્ટર્ન લદ્દખમાં એલએસી પર તણાવની વચ્ચે ભારત ચીનને કોઈ પણ મોકો આપવા માંગતુ નથી.

ભારતે ડિફેન્સિવના બદલે ઓફેન્સિવ વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે..  એક મિનિટથી ઓછા સમયગાળામાં બંને રોકેટ લોન્ચર પોતાના તમામ રોકેટ છોડી શકે છે.. લોન્ચિંગ એટલે કે ફાયર બાદ આ રોકેટ લોન્ચર તુરંત પોતાની પોઝિશન બદલે છે.. અને ફરી નવી પોઝિશન પરથી રોકેટ લોન્ચ કરવા માટે તૈયાર થઈ જાય છે.. હાલમાં ભારતીય સેનાની પાસે સ્મર્ચ રોકેટ લોન્ચ સિસ્ટમની ત્રણ રેજીમેન્ટ છે.. અને પિનાકા મલ્ટી રોકેટ સિસ્ટમની ચાર યુનિટ છે.. પિનાકાની છ નવી રેજીમેન્ટ બનાવવામાં આવી રહી છે.. કે જેથી સેનાની ઓપરેશન કેપિસિટીમાં વધુ મજબૂતાઈ આપી શકાય.. ભારત પોતાની નવી રોકેટ ફોર્સ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.

READ ALSO

Advertisement

The post ચીનની હાલત થઈ જશે ખરાબ: ભારતે LAC પર Pinaka અને Smerch કરી તૈનાત, દુશ્મનના વિસ્તારમાં સ્ટ્રાઈક કરવાની ક્ષમતા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next