Advertisement

માનવતાનું શિશ શરમથી ઝૂકી જશે: રાજકોટ સિવિલમાં હજારો રૂપિયા લઈને બેડ ખાલી કરી આપવાનું કૌભાંડ, સ્ટિંગ ઓપરેશનમાં ભાંડો ફૂટ્યો

06:39 PM Apr 21, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

ગુજરાતમાં કોરોના મહામારીના કારણે કટોકટી જેવી સ્થિતિ ઉભી થઇ છે. લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા. હોસ્પિટલની બહાર જ લોકો દમ તોડી રહ્યા છે. આરોગ્ય ક્ષેત્રને પણ જાણે લૂણો લાગી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ સ્થિતિમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની બહારથી એક એવો વીડિયો બહાર આવ્યો છે કે જેણે માનવતાનું શીશ શરમથી ઝુકાવી દીધું.

રાજ્યના તમામ શહેરોમાં કોવિડ હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે. એક તરફ સરકારી હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સો કલાકો સુધી વેઈટિંગમાં ઉભી રહે છે, ત્યારે રાજકોટમાં લાંબી લાઈન વચ્ચે સામે આવ્યું છે બેડ વેચવાનું કૌભાંડ. લોકો પાસેથી એક બેડ માટે વસુલવામાં આવી રહ્યા છે હજારો રૂપિયા. રાજકોટ સિવિલની બહાર આ કૌભાંડના સ્ટિંગ ઓપરેશનને વીડિયો બહાર આવતા ચકચાર વ્યાપી ગઇ.

વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ યુવકને નવ હજાર રૂપિયા વધારે છે, આટલું બધું ના હોય ના હોય તેમ કહે છે. જોકે, પૈસા માગતો યુવક નવ હજારથી ઓછું કંઈ નહીં થાય તેવું જણાવી દે છે. વિડીયોમાં કહેવાતા એજન્ટ સાથે રકઝક કરતો વ્યક્તિ પાંચ હજાર રુપિયામાં કામ કરી આપવા માટે કહે છે. અન્ય એક વિડીયોમાં આ એજન્ટ એક વ્યક્તિ પાસેથી રૂપિયા લઈને તેની સાથે હાથ મિલાવીને બહાર નીકળતો નજરે પડે છે.

વિડીયોમાં દેખાતો યુવક જેમની પાસેથી રૂપિયાની વાત કરી રહ્યો છે, તેમને એવું પણ કહી રહ્યો છે કે તેને હોસ્પિટલના સ્ટાફને પણ ભાગ આપવાનો હોય છે.રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં બેડના કાળા બજારના વીડિયો સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે.. રાજકોટ જિલ્લા કલેકટરે સમગ્ર ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે.

Advertisement

રાજકોટમાં તો સિવિલની બાજુમાં આવેલી સ્કૂલમાં રાહ જોતા દર્દીઓ ઘરેથી જ ખાટલા લઈને પણ આવવા લાગ્યા છે. લોકો બેડ માટે ટળવળી રહ્યા છે.તેવામાં હવે રૂપિયા લઇને બેડ વેચવાનું આ કારસ્તાન માનવતા મરી પરવારી હોવાની ચાડી ખાય છે.

READ ALSO

The post માનવતાનું શિશ શરમથી ઝૂકી જશે: રાજકોટ સિવિલમાં હજારો રૂપિયા લઈને બેડ ખાલી કરી આપવાનું કૌભાંડ, સ્ટિંગ ઓપરેશનમાં ભાંડો ફૂટ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next