Advertisement

ખુલાસો/ અમદાવાદમાં એક સમયે આ વોર્ડમાં કોંગ્રેસનો હતો દબદબો પણ બદલાયા સમીકરણો, ભાજપના ગણિતો આ માટે છે જવાબદાર

01:08 PM Feb 19, 2021 | Ankita Trada |
Advertisement

GSTV

અમદાવાદના પશ્ચિમ અને નવા પશ્ચિમના ત્રણેક વખત થયેલા નવા સીમાંકનનો લાભ ચૂંટણીમાં મહદ્ અંશે ભાજપને મળતો રહ્યો છે. કેમ કે સીમાંકનમાં ફેરફાર કરવાની કામગીરી સત્તાધારી પક્ષ તરીકે ભાજપના કહેવા પ્રમાણે જ થતી હોય છે, તેઓ ગોઠવણ જ એ રીતે પાર પાડે છે કે, કોંગ્રેસની સલામત બેઠકના મતદારો એ રીતે અને નવા એ વિસ્તારના મળે જેનાથી ભાજપને ફાયદો થાય. જૂના વાડજ, નવા વાડજ રાણીપ, સાબરમતીમાં અગાઉ કોંગ્રેસના ઉમેદવારો જીતતા હતા તે હવે જીતતા નથી.

ચાંદખેડામાં જ કોંગ્રેસનું અસ્તિત્વ

આ અંગે જુના વાડજનું ઉદાહરણ જોઈએ તો આ વોર્ડમાં 2005 સુધી કોંગ્રેસની આખી પેનલ જીતતી હતી. આ વિસ્તારનો એક ભાગ સ્ટેડિયમમાં અને બીજો ભાગ નવા વાડજમાં ભેળવી દેવાયો જેથી જુના વાડજ વોર્ડ જ નાબુદ થઈ ગયો. પશ્ચિમ અને નવા પશ્ચિમના બે ઝોન ઉત્તર પશ્ચિમ તેમજ દક્ષિણ પશ્ચિમમાં હાલ મકતમપુરા, સરખેજ, ચાંદખેડામાં જ કોંગ્રેસનું અસ્તિત્વ છે.

આક્રમક પ્રચારમાં ભીડ ઉમટે છે

બાકીના વોર્ડમાં ભાજપ બાજી મારે છે. આ વખતે ચાંદખેડામાં કોંગ્રેસના થઈ રહેલા આક્રમક પ્રચારમાં ભીડ ઉમટે છે, પણ તે મતોમાં તબદિલ થઈ શકશે કે કેમ તે સવાલ છે 231 ચોરસમીટર કિલોમીટર વિસ્તાર ધરાવતા આ વિસ્તારના 18 વોર્ડની 72 બેઠકોમાંથી 2015ની ગઈ ચૂંટણીમાં કોંગ્રેસને 6 અને ભાજપને 66 બેઠકો મળી હતી.

ઓવૈસીની પાર્ટીના ઉમેદવારો સ્પર્ધામાં

આ વખતે 50થી વધુ ભાજપના કોર્પોરેટરોના નામ કપાયા હોવાથી તેમજ આપના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી તેની શું અસર થાય છે, તે જોવાનું રહે છે. મક્તપુરામાં કોંગ્રેસની પેનલ ચૂંટાઈ હતી ત્યાં ઓવૈસીની પાર્ટીના ઉમેદવારો સ્પર્ધામાં છે.

હજુ સાત વર્ષેય ઠેકાણા પડ્યા નથી

Advertisement

સમૃદ્ધ અને સુશિક્ષિત ગણાતા ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમના વિસ્તારો ઔડામાંથી મ્યુનિ.ની હદમાં ભળ્યાને 13 વર્ષ થવા છતાં હજુ શહેરના અન્ય ભાગોની જેમ ઘેર ઘેર પાણીના કનેક્શન નથી. જોધપુરના 24 કલાક પાણીના પાયલોટ પ્રોજેક્ટના હજુ સાત વર્ષેય ઠેકાણા પડ્યા નથી. વોટર મીટરો એમ જ કાટ ખાઈ રહ્યા છે. એક પણ સારી હૉસ્પિટલ કે મ્યુનિ. સ્કૂલ આ વિસ્તારમાં નથી.

કાર્યકરો અને નેતાઓમાં જ ઉત્સાહ

પશ્ચિમ ઝોનમાં પણ ગેરકાયદે બાંધકામો સહિતના અનેક પ્રશ્નો છે. બીજી તરફ કોરોનાનો ડર અને નિરસ વાતાવરણની અસર મતદાન ઉપર પડશે તો ગઈ ચૂંટણી કરતા ટકાવારી નીચી રહેશે તેમ જણાય છે. મ્યુનિ.ની ચૂંટણીમાં ઉમેદવારો, કાર્યકરો અને નેતાઓમાં જ ઉત્સાહ છે, સામાન્ય નાગરિકો હજુ પણ ઉદાસીન છે.

READ ALSO

The post ખુલાસો/ અમદાવાદમાં એક સમયે આ વોર્ડમાં કોંગ્રેસનો હતો દબદબો પણ બદલાયા સમીકરણો, ભાજપના ગણિતો આ માટે છે જવાબદાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next