Advertisement

ચેતવણી / કોરોના રસી નકલી તો નથી ને? કેન્દ્રએ રાજ્યોને વેક્સિન આપતા પહેલા તપાસના આપ્યા આદેશ

09:53 PM Sep 05, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

દેશમાં કોરોના વાઇરસ સામેની જંગને જીતવા વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પત્ર લખીને એવું કહ્યું છે કે રાજ્ય સરકાર વેક્સિન આપતા પહેલા એ વાતની તપાસ કરે કે વેક્સન નકલી તો નથી. એટલું જ નહીં સ્વાસ્થય મંત્રાલયે રાજ્યોને વેક્સીનની અસલી છે કે નહીં તેની ઓળખ માટે એક માળખું પણ મોકલ્યું છે. જેમાં કોવિશિલ્ડ કોવેક્સન અને સ્પુતનિકની ઓળખ કેવી રીતે કરવી તેના લેબલ કલર અને બ્રાંડનું અસલી નામ શું છે તે અંગેની જાણકારી આપવામા આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાઉથ ઈસ્ટ એશિયા અને આફ્રિકામાં નકલી કોવિશિલ્ડ મળી આવી હતી, ત્યારબાદ WHOએ નકલી વેક્સિનને લઇને ચેતવણી આપી હતી.

હવે કેન્દ્રએ રાજ્યોને એક અસલી વેક્સિનની ઓળખ માટે એક માળખું મોકલ્યું છે, જેને જોઈ ઓળખ કરવામાં આવી શકે છે કે વેક્સિન અસલી છે કે નકલી? આ માળખામાં કોવિશિલ્ડ કોવેક્સન અને સ્પુતનિકની ઓળખ કેવી રીતે કરવી તેના લેબલ કલર અને બ્રાંડનું અસલી નામ શું છે તે અંગેની જાણકારી આપવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધી 68.46 કરોડ ડોઝ લોકોને આપી દેવાયા છે. કેન્દ્ર સરકારે પૂર્વના 11 અને વર્વતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ કોવિડ વેક્સિનેશન પર નવા આદેશ આપ્યા છે અને જણાવ્યું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીના બીજા ડોઝ ટૂંક સમયમાં આપવામાં આવશે. કેન્દ્રએ કેટલાક રાજ્યોમાં રસીકરણની ધીમી પડેલી રફ્તાર પર અસંતોષ પણ વ્યક્ત કર્યો છે.

Read Also

The post ચેતવણી / કોરોના રસી નકલી તો નથી ને? કેન્દ્રએ રાજ્યોને વેક્સિન આપતા પહેલા તપાસના આપ્યા આદેશ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next