Advertisement

CBSE 10th Board Result 2021: આવતી કાલે જાહેર થઈ શકે છે ધોરણ 10નું પરિણામ, આ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો રોલ નંબર

03:16 PM Aug 01, 2021 | pratik shah |
Advertisement

GSTV

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આગામી સપ્તાહે ધોરણ 10 નું પરિણામ (CBSE 10th Board Result 2021) જાહેર કરી શકે છે. બીજી તરફ તેવી સંભાવાના છે કે પરિણામ (CBSE 10th Board Result 2021) આવતીકાલે એટલે કે સોમવાર, 2 ઓગસ્ટના રોજ જાહેર થઈ શકે છે. પરંતુ પરિણામની તારીખ(CBSE 10th Board Result 2021) અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે તેઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ (CBSE 10th Board Result 2021) ચકાસી શકે છે.

CBSEના 12માં ધોરણની પરીક્ષાનું પરીણામ જાહેર થયા પછી હવે જલ્દી જ 10મા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ શકે છે. 10માં ધોરણના વિદ્યાર્થીઓ લાંબા સમયથી પરીણામની માંગ કરી રહ્યા છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે આવતી કાલે એટલે કે સોમવારે CBSEના 10માં ધોરણનું રિઝલ્ટ (CBSE 10th Result 2021) જાહેર થઈ શકે છે. રિઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર જઈને તમે પરીણામ જોઈ શકો છો. જોકે તેના માટે તમારે સાચી જાણકારી ભરવી પડશે.

કોરોના વાયરસના કારણે ધોરણ-10 અને 12માની પરીક્ષાઓ રદ

કોરોના વાયરસના કારણે ધોરણ-10 અને 12માની પરીક્ષાઓ રદ કરવી પડી હતી. આ કારણે વિદ્યાર્થીઓનો રોલ નંબર વાળા એડમિટ કાર્ડ મળી ના શક્યા. જો કે રિઝલ્ટ ચેક કરવા માટે રોલ નંબરની જરૂરીયાત પડશે. આ માટે રિઝલ્ટથઈ પહેલા પોતાના રોલ નંબર જાણવા માટે CBSEએ પોતાની વેબસાઈટ પર લિંક એક્ટીવ કરીદીધી છે. જ્યાં જઈને તમે તમારા પોતાના રોલ નંબર જોઈ શકો છો. વિદ્યાર્થીઓ આ રીતે રોલ નંબર ચેક કરી શકો છો.

CBSEની વેબસાઈટની ડાયરોક્ટ લિન્ક

રોલ નંબર ડાઉનલોડ કરવા માટે CBSEએ પોતાની વેબસાઈટ cbse.gov.in પર લિન્ક આપી છે. જેના પર જઈને ક્લિક કરવા પર એક અલગ વિન્ડો ખુલશે. જેમાં તમને સર્વર-1 અથવા સર્વર-2 પૂછવામાં આવશે. કોઈના પર ક્લિક કરવા પછી રોલ નંબર ફાઈન્ડર (Roll Number Finder -2021)ની લિન્ક દેખાશે. તેના પર ક્લિક કરવા પર રોલ નંબરની જાણકારી વાળી વિન્ડો ખુલશે. આ વિન્ડોમાં માંગવાવળી જાણકારી ભર્યા પછી, પોતાનો રોલ નંબર જોઈવે તેને ડાઉનલોડ કરી શકો છો.

Advertisement

READ ALSO

The post CBSE 10th Board Result 2021: આવતી કાલે જાહેર થઈ શકે છે ધોરણ 10નું પરિણામ, આ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો રોલ નંબર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next