Advertisement

ઓક્સિજનની અછત / વિપક્ષના નિશાના પર મોદી સરકાર, શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું- સરકાર સામે કેસ થવો જોઇએ

09:02 AM Jul 22, 2021 | Zainul Ansari
Advertisement

GSTV

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં ગઈકાલે એક જાણકારી આપવામાં આવી હતી અને તેમાં કહેવાયુ હતુ કે, ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઈનુ મોત થયુ નથી. જોકે વિપક્ષો હવે સરકારને આ મુદ્દે ઘેરી રહ્યા છે ત્યારે શિવસેનાએ પણ સરકાર પર હુમલો કર્યો છે.

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ છે કે, મારી પાસે શબ્દો નથી, ઓક્સિજનની અછતના કારણે પોતાના સ્વજનો ગુમાવનારા લોકોની આ નિવેદન સાંભળીને શું સ્થિતિ થઈ હશે તે વિચારી શકાય તેવુ નથી. સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ, કારણછે સરકાર જુઠ્ઠુ બોલી રહી છે.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખીએ તેના પર પલટવાર કરતા કહ્યુ હતુ કે, સંજય રાઉતે પહેલા મહારાષ્ટ્રમાં ઓક્સિજનની કમીના કારણે મરનારા લોકોનો આંકડો જાહેર કરવો જોઈએ. હું શિવસેના અને કોંગ્રેસનુ બેવડુ વલણ જોઈને સ્તબ્ધ છું.

આ નિવેદન બાદ સરકાર સફાઈ આપી ચુકી છે કે, અમે તો રાજ્યો દ્વારા જે આંકડા મોકલવામાં આવ્યા હતા તે જ જાહેર કર્યા છે. સ્વાસ્થ્યનો વિષય રાજ્ય સરકારની હસ્ક છે. કોઈ રાજ્યે ઓક્સિજનની અછતથી મોત થયુ હોવાનુ કહ્યુ નથી.

Read Also

Advertisement

The post ઓક્સિજનની અછત / વિપક્ષના નિશાના પર મોદી સરકાર, શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું- સરકાર સામે કેસ થવો જોઇએ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next