Advertisement

પોલીસની બુટલેગરગીરી: દારૂની 300થી વધુ પેટીઓની હેરફેર કરતાં ઝડપાયા 3 પોલીસકર્મીઓ, ગુનો દાખલ

01:12 PM Feb 20, 2021 | Bansari |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લામાં એલસીબીની ઓફિસમાંથી મળી આવેલા વિદેશી દારૂ મામલે પીઆઇ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે. એલસીબીની ઓફિસની તિજોરી તેમજ અન્ય 3 જગ્યાએ દારૂ છુપાવવામાં આવ્યો હતો. ત્યારે હવે આ મુદ્દે એલસીબીના પીઆઇ આર.કે. પરમાર સહિત કુલ 3 પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાયો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે જપ્ત કરેલી દારૂની 334 પેટીઓને પોલીસકર્મીઓ કારમાં ભરીને લઇ ગયાં

શુક્રવારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂની 334 પેટીઓ જપ્ત કરી તેને જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે લાવવામાં આવી હતી. જોકે ત્યાંથી ખાનગી કારમાં 2 કોન્સ્ટેબલ ઇમરાન શેખ અને પ્રમોદ પંડ્યા તેમજ શાહરૂખ નામનો વ્યક્તિ કારમાં દારૂ ભરીને લઇ ગયા. જોકે જાગૃત નાગરિકે કારનો પીછો કરતા કારે વાઘોડિયા પાસે પલટી મારી હતી. જે બાદ બંને પોલીસકર્મીઓ પલાયન થયા.

Read Also

The post પોલીસની બુટલેગરગીરી: દારૂની 300થી વધુ પેટીઓની હેરફેર કરતાં ઝડપાયા 3 પોલીસકર્મીઓ, ગુનો દાખલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next