Advertisement

વકીલ મંડળના બંધારણમાં મહત્વના સુધારા, કોઇ પણ પદ માટે ઉમેદવાર દ્વારા ચૂંટણી લડવા બાબતે મહત્વનો નિર્ણય

09:05 AM Sep 14, 2021 | Bansari |
Advertisement

GSTV

વડોદરા વકીલ મંડળની એક વર્ષથી પેન્ડિંગ વાર્ષિક સાધારણ સભા તા.૧૬ સપ્ટેમ્બર ગુરૂવારના રોજ મળવાની છે. જો કે તેમાં બંધારણના સુધારા સંબંધી મુકવામાં આવેલા એજન્ડાના મુદ્દે વિવાદ થવાની સંભાવના છે. 

કોઇ પણ પદ માટે એક ઉમેદવાર બે ટર્મથી વધુ ચૂંટણી લડી શકે નહીં

૩૨૦૦થી વધુ મતદારો ધરાવતા બરોડા બાર એસોસિએશન (વડોદરા વકીલ મંડળ)ની વાર્ષિક સાધારણ સભા (એજીએમ) આમ તો ગત ઓક્ટોબર ૨૦૨૦માં મળવાની હતી પરંતુ કોરોનાના કારણે તે શક્ય નહીં બનતા હવે તા.૧૬મી સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યે એડવોકેટ હાઉસ પહેલા માળે મળશે. વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે ‘વડોદરા વકીલ મંડળના બંધારણમાં કેટલાંક મહત્વના સુધારા સુચવવામાં આવ્યાં છે. જેમ કે કોઇ પણ પદ માટે એક ઉમેદવાર બે ટર્મથી વધુ ચૂંટણી લડી શકે નહી. હાલમાં એક વર્ષની ટર્મ છે તેમાં વધારો કરીને બે વર્ષની કરવી.

ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલ સભ્યા વડોદરા વકીલ મંડળમાં ચૂંટણી લડી શકે નહીં. મેનેજિંગ કમિટિમાં મહિલા રિપ્રેઝન્ટેટિવની બે મળીને ૧૨ બેઠકો છે જેમાં સિનિયર એડવોકેટ માટેની ૩ બેઠકનો વધારો કરીને કુલ ૧૫ બેઠકો કરવી. મેનેજિંગ કમિટિની તમામ  બેઠકો ઉપર એટલે મતદારે તમામ ૧૫ બેઠકોમા મત આપવો. બંધારણમાં સુચિત આ સુધારાઓ જો એજીએમમાં બહુમતીથી પાસ થશે તો જ લાગુ કરવામાં આવશે.’

ગુજરાતના તમામ બાર કાઉન્સિલમાં એક જ પ્રકારનું બંધારણ હોવું જોઇએ

બીજી તરફ વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલીન પટેલે કહ્યું હતું કે ‘હસમુખ ભટ્ટ કાર્યકારી પ્રમુખ છે એટલે તેઓને નીતિ વિષયક ફેરફારનો અધિકાર નથી. ઉપરથી ગુજરાત બાર કાઉન્સિલની પણ સૂચના છે કે ગુજરાતના તમામ બાર કાઉન્સિલમાં એક જ પ્રકારનું બંધારણ હોવું જોઇએ.

READ ALSO :

Advertisement

The post વકીલ મંડળના બંધારણમાં મહત્વના સુધારા, કોઇ પણ પદ માટે ઉમેદવાર દ્વારા ચૂંટણી લડવા બાબતે મહત્વનો નિર્ણય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next