Advertisement

ચૂંટણી: કેનેડામાં જસ્ટિન ટ્રુડોનો જલવો, સરકાર બચાવવામાં સફળ રહ્યા, શાનદાર જીત છતાં સ્પષ્ટ બહુમત નહીં મળે

11:14 AM Sep 21, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

કેનેડાના લોકોએ સોમવારે એક ચૂંટણીમાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને જીત અપાવી છે પણ તમામ સીટો પર જીતવાનું સપનુ પુરૂ થઈ શક્યુ નથી. લિબરલ પાર્ટીએ કોઈ પણ પાર્ટીની સરખામણીમાં સૌથી વધારે સીટો જીતી છે. આ અગાઉ ટ્રુડોએ 2015માં ચૂંટણીમાં પોતાના દિવંગત પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી પિયરે ટ્રુડોની લોકપ્રિયતાના સહારો લીધો અને ચૂંટણી જીતી પણ હતી. પછી પાર્ટીનું નેતૃત્વ હાથમાં આવ્યુ ખુદ પોતાના દમ પર તેમણે બે વાર ચૂંટણી જીતી હતી.

લિબરલ પાર્ટી 148 બેઠકો પર આગળ છે, જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી 103 બેઠકો પર આગળ છે, બ્લોક ક્યુબેકોઇસ 28 અને ડાબેરી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી 22 બેઠકો પર આગળ છે. અત્યારે એવું લાગતું નથી કે ટ્રુડો પૂરતી બેઠકો જીતી શકશે અને અન્ય પક્ષોના સહયોગ વિના કાયદો પસાર કરી શકશે. પરંતુ તે ચોક્કસપણે આટલી બેઠકો જીતશે, તેમને પદ પરથી દૂર કરવાનો કોઈ ડર રહેશે નહીં. વિપક્ષ ટ્રુડો પર પોતાના ફાયદા માટે સમયથી બે વર્ષ પહેલા ચૂંટણી યોજવાનો આરોપ લગાવી રહ્યો છે.

ટ્રુડો કોની સાથે ટકરાયા ?


વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ઓ ટોલી સામેટક્કર કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન, ટ્રુડોએ દાવો કર્યો હતો કે કોરોના દરમિયાન કેનેડિયનો કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર ઈચ્છતા નથી. કેનેડા અત્યારે વિશ્વના એવા દેશોમાંનો એક છે કે જ્યાં મોટાભાગના નાગરિકોને સંપૂર્ણ રસીકરણ આપવામાં આવ્યું છે. આ સાથે તેમણે લોકોને કહ્યું કે જો વિપક્ષી પાર્ટી જીત નોંધાવે તો કોરોના વાયરસ સામેની લડાઈ નબળી પડી જશે.

બહુમતી માટે કેટલા મતની જરૂર છે ?

કેનેડાની ચૂંટણી જીતવા માટે એક પક્ષને 38 ટકા મતની જરૂર છે. સંસદમાં બહુમતી મેળવવા માટે. અગાઉ, જ્યારે વર્ષ 2019 (કેનેડા 2019 ની ચૂંટણી) માં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે પણ ટ્રુડોની પાર્ટીને બહુમતી મળી ન હતી. જેના કારણે તેને કાયદો પસાર કરવા માટે અન્ય પક્ષોના સમર્થન પર આધાર રાખવો પડ્યો હતો. દેશમાં 338 બેઠકો માટે મતદાન થયું છે. બહુમતી સાબિત કરવા માટે પાર્ટીને ઓછામાં ઓછી 170 બેઠકો જીતવી જરૂરી છે.

Advertisement

READ ALSO

The post ચૂંટણી: કેનેડામાં જસ્ટિન ટ્રુડોનો જલવો, સરકાર બચાવવામાં સફળ રહ્યા, શાનદાર જીત છતાં સ્પષ્ટ બહુમત નહીં મળે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next