Advertisement

બ્રેકઅપની બબાલ / ઉશ્કેરાયેલા પ્રેમીએ ઇન્સ્ટામાં પ્રેમિકાના બિભત્સ ફોટા અપલોડ કર્યા : સોશિયલ મીડિયાના દુરુપયોગનો આંખ ઉઘાડનારો કિસ્સો

04:38 PM Oct 25, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે, તેમ તેમ સોશિયલ મીડિયા સબંધિત ગુનાખોરી પણ વધી રહી છે. સુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષની મહિલાએ બ્રેકઅપ કરી દેતા ઉશ્કેરાયેલા પૂર્વ પ્રેમીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમિકાના નામે ફેક આઇડી બનાવી બિભત્સ ફોટો અપલોડ કરવા ઉપરાંત અપશબ્દો ઉચ્ચારતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.


શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષની ફાતિમા (નામ બદલ્યું છે)ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર તેના જ નામ અને ફોટો સહિતનું એક આઇડી ફ્રેન્ડ સજેશનમાં જોવા મળ્યું હતું. આઇડીમાં બીજા ફાતિમાના બીજા પણ ફોટો અપલોડ કર્યા હતા. જેથી ફાતિમાએ પોતાના જ નામ વાળા આઇડી પર મેસેજ કરી ફોટો રિમુવ કરવા કહ્યું હતું. પરંતુ આઇડી ધારકે અપશબ્દો અને ચારિત્ર અંગે બિભત્સ મેસેજ કર્યા હતા અને બિભત્સ ફોટો પણ અપલોડ કર્યા હતા.

ત્યાર બાદ બિભત્સ ફોટો અપલોડ કરનાર આઇડી ધારકે તેનું આઇડી બદલી નાંખ્યું હતું અને અપશબ્દો ઉચ્ચારવા સાથે બિભત્સ ફોટો મેસેજ કર્યા હતા. જોકે, હાલમાં પણ આઇડી ધારકે પુનઃ નામ બદલી નાંખી ધમકી આપતા મેસેજ અને બિભત્સ ફોટો અપલોડ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેને પગલે સાયબર ક્રાઇમે આ પ્રકરણમાં ગુનો નોંધી ઓવેશ મહેબુબ અલીજભાઇ વ્હોરા (ઉ.વ. ૨૮ રહે. ભદ્રકાલી મંદિરની સામે, વડાબજાર, ઉમરેઠ, જિ. આણંદ) ને ઝડપી પાડયો છે. ફાતિમા સાથે બ્રેકઅપ થઇ જતા તેને બદનામ કરવા ઓવેશે ફેક આઇડી બનાવ્યાની કબૂલાત કરી છે.

ALSO READ

Advertisement

The post બ્રેકઅપની બબાલ / ઉશ્કેરાયેલા પ્રેમીએ ઇન્સ્ટામાં પ્રેમિકાના બિભત્સ ફોટા અપલોડ કર્યા : સોશિયલ મીડિયાના દુરુપયોગનો આંખ ઉઘાડનારો કિસ્સો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next