Advertisement

સીમા વિવાદ: આસામની નાકાબંધીથી મિઝોરમની વધી મુશ્કેલીઓ, ઉભી થઇ પેટ્રોલ-ડીઝલ અને જરૂરી સામાનની અછત

05:15 PM Aug 01, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

આસામ મિઝોરમ વચ્ચે ગત સપ્તાહે શરૂ થયેલ હિંસક અથડામણ બાદ તણાવ વધી ગયો છે. આસામના ઘણા સરહદી વિસ્તારોમાં મિઝોરમ માટે બ્લોકેડ લગાવી દેવામાં આવ્યા છે. પરિણામ એ આવી રહ્યું છે કે મિઝોરમમાં જરૂરી સામાનની અછત ઉભી થઇ છે. લોકોને પેટ્રોલ ડીઝલ પણ એક મર્યાદા સુધીમાં જ આપવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આસામના બ્લોકેડ લગાવવાને કારણે મિઝોરમમાં મુસીબતો વધી ગઈ છે. તમામ પેટ્રોલ પંપ પર રેશનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને કેન કેટલું પેટ્રોલ ડીઝલ ભરાવે છે તેની લિમિટ નક્કી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પેટ્રોલ ડીઝલ માટે ડેપ્યુટી કમિશનરની પરમિશન પર લેવી પડી રહી છે.

મિઝોરમમાં દ્વિચક્રી વાહનો માટે અત્યારે રોજના માત્ર 3  લીટર પેટ્રોલ અથવા ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, મીડીયમ પ્રાયવેટ વાહનો માટે 5 લીટરની લિમિટ નક્કી કરવામાં આવી છે. મિઝોરમના મુખ્ય સચિવએ જણાવ્યું છે કે રાજ્યમાં જરૂર સામાનની અછત ઉભી થવા લાગી છે.

પેટ્રોલ પંપ પર લગાવાયા નોટિસ બોર્ડ

તો આ બધા વચ્ચે બ્લોકેડને લઈને મિઝોરમના મુખ્યમંત્રી જોરામથન્ગાએ કેન્દ્ર સરકારને પણ જાણકારી આપી દીધી છે. જોરામથન્ગાએ જણાવ્યું છે કે આસામએ મિઝોરમ વિરુદ્ધ નાકાબંધી કરી છે. કેન્દ્ર સરકારે આ અંગે દરમ્યાનગીરી કરવી જોઈએ. આ બીજું બર્લિન ન બનવું જોઈએ.

સરમા બોલ્યા: વાતચીતથી ઉકેલીશું વિવાદ

Advertisement

આ સમગ્ર તણાવની વચ્ચે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ નિવેદન આપ્યું છે કે આ વિવાદને વાતચીતથી જ ઉકેલી શકાય છે. તેમને જણાવ્યું કે અમારું ધ્યાન નોર્થ ઈસ્ટની ભાવનાઓ જીવંત રાખવાનું છે. અસાં-મિઝોરમ સરહદે જે થયું તે બંને રાજ્યના લોકોને મંજૂર નથી. સીમા વિવાદને ચર્ચથી જ ઉકેલી શકાય છે.

કોંગ્રેસ અધ્યક્ષ બોલ્યા જલ્દી ઉકેલશું વિવાદ

મનુપુરના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદદાસ રવિવારે ભાજપમાં સામેલ થઇ ગયા છે. જયારે તેમને સરહદ વિવાદ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે બંને રાજ્યો વચ્ચેનો વિવાદ ટૂંક સમયમાં ઉકેલી દેવામાં આવશે. મણિપુરનો પણ નાગાલેન્ડ સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ પણ પીએમ મોદીના વડપણમાં ઉકેલવામાં  આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post સીમા વિવાદ: આસામની નાકાબંધીથી મિઝોરમની વધી મુશ્કેલીઓ, ઉભી થઇ પેટ્રોલ-ડીઝલ અને જરૂરી સામાનની અછત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next