Advertisement

બોલિવુડ અભિનેતા રણદીપ હૂડા ફરી વિવાદોમાં, યુએને લીધા સખ્ત પગલાં: આ પદથી કરવામાં આવ્યો દૂર!

03:16 PM May 30, 2021 | pratik shah |
Advertisement

GSTV

બોલિવુડનો અભિનેતા રણદીપ હુડા હાલ વિવાદોમાં ફસાઇ ગયો છે.તેણે બહુજન સમાજ પાર્ટીની નેતા અને ઉત્તર પ્રદેશની ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર આપત્તિજનક કટાક્ષ કર્યો હતો. રણદીપની આ રમૂજ સોશિયલ મીડિયા પર જોવા મળતા માયાવતીના સમર્થકોએ વાંધો ઉઠાવ્યો હતો તેમજ તેની ધરપકડની પણ માંગણી કરી હતી. તેના આ જોકને સેક્સિએસ્ટ અને જાતિવાદી માનવામાં આવે છે. 

પ્રજાપતિઓના સંકક્ષણ સમ્મેલન (સીએમએસ)ના એમ્બેસેડર પદ પરથી દૂર કરવામાં આવ્યો

હવે આ ઘટના પછી રણદીપને યુનાઇટેડ નેશનના જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાપતિઓના સંકક્ષણ સમ્મેલન (સીએમએસ)ના એમ્બેસેડર પદ પરથી દૂર કરવામાં આવ્યો છે. રણદીપ વિરુદ્ધ આ પગલું એક વીડિયો વાયરલ થયા પછી ઉઠાવામાં આવ્યું છે. જેમાં તે  માયાવતીની મજાક કરતો જોવા મળ્યો છે. 

વીડિયો ૨૦૧૨ની સાલનો

જોકે આ વીડિયો ૨૦૧૨ની સાલનો  છે. સીએમએસ સચિવાલયે જણાવ્યું હતુ ંકે, હાલમાં એક વીડિયો અમને જોવા મળ્યો હતો. જોકે આ વીડિયો બહુ જુનો વીડિયો છે. આ વીડિયો ૨૦૧૨ની સાલનો છે. અમે રણદીપને એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો હતો ત્યારે અમને આ વીડિયો વિશે કોઇ જાણકારી નહોતી. હવે જાણ્યા પછી અમે તેને તરત જ આ પદથી દૂર કર્યો છે. 

READ ALSO

Advertisement

The post બોલિવુડ અભિનેતા રણદીપ હૂડા ફરી વિવાદોમાં, યુએને લીધા સખ્ત પગલાં: આ પદથી કરવામાં આવ્યો દૂર! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next