Advertisement

પવિત્ર યાત્રાધામ પાસે ભેદી વિસ્ફોટમાં મહિલાનું મોત, 2 બાળકી અને એક મહિલા ઘાયલ

04:58 PM Aug 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લાનાં શામળાજીના ગોઢકુલ્લા ગામે ભેદી વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં એકનું મોત થયું છે જ્યારે બે બાળકી સહિત એક મહિલા ઘાયલ થઈ હતી. વિસ્ફોટને લીધે બે બાળકીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બંનેને સારવાર માટે હિંમતનગર ખસેડાઈ હતી.

આ વિસ્ફોટમાં ઘાયલ મહિલાને સારવાર માટે શામળાજી ખસેડાઈ હતી. આ વિસ્ફોટ થવા પાછળનું કારણ અકબંધ છે. જો કે, વિસ્ફોટને લીધે ગામમાં ભયનો માહોલ છે. બનાવની જાણ થતા શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post પવિત્ર યાત્રાધામ પાસે ભેદી વિસ્ફોટમાં મહિલાનું મોત, 2 બાળકી અને એક મહિલા ઘાયલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next