Advertisement

ભાજપ સાંસદે મોદી સરકારની પોલ ખોલી / ચીને ભારતીય જમીન પર કબ્જો કર્યો, કાયર બનીને કામ નહીં ચાલે

04:46 PM May 15, 2021 | Bansari
Advertisement

GSTV

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે તે ચીન સાથે કાયર બનીને કામ નહીં ચાલે. સ્વામીએ એક લેખ ટ્વિટ કરીને લખ્યું કે ચીન ભારત અને ભૂતાનની જમીન પર કબજો કરી રહ્યો છે. ભયભીત થઇને ચીનને જવાબ નથી આપી શકાતો. સાંસદે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ પ્રકાશ કટોચ દ્વારા લખાયેલા લેખને શેર કરતા આ ટ્વીટ કરી છે.

લેખમાં કટોચે લખ્યું છે કે દુનિયા સમક્ષ સ્પષ્ટ થઈ ગયું છે કે ચીન વર્ષ 2015થી જ કોરોના વાઇરસનો હથિયાર તરીકે ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યો હતો. સાથે જ લક્ષ્ય દેશના સ્વાસ્થ્ય સંબંધિત માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનો પણ તેમા સમાવેશ થતો હતો. કટોચે લખ્યું જોકે ચીને વાઇરસ સામે આવ્યા પછી વિશ્વ સામે એ પ્રકારે હાવભાવ પ્રદર્શિત કર્યા જાણે તે કોરોના મહામારીથી પીડિત છે. જુલાઈ 2017માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ તરીકે ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયિયસની નિમણૂક કરવી એ યોજનાનો એક ભાગ હતો. જેમણે “વુહાન વાઇરસ” ને કરાર આપ્યું.

કટોચે લખ્યું છે કે ચીનના જૈવિક યુદ્ધ સાથે સંબંધિત તૈયારીઓથી ધ્યાન ભટકાવવા વિવિધ દેશોના મ્યુટન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી ચીન નાસી છૂટે. જો કે ચીન ધીમે ધીમે તમામ ખોટા કારણોસર હેડલાઇનમાં આવી રહ્યું છે. પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રએ શિંજિયાંગમાં ઉઇગર ક્ષેત્રમાં ઉઇગરો વિરુદ્ધ ચીનના અત્યાચાર અંગે ચર્ચા કરી છે. એ જ રીતે કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયાએ તાજેતરમાં ભૂતાન ક્ષેત્રમાં ચીનના ગામના નિર્માણને કવર કર્યું છે.

લેખમાં જણાવાયું છે કે શેન શિવેઈએ ડોકલામ વિસ્તારમાં સ્થાપિત ગામની તસવીરો પોસ્ટ કરી હતી અને બાદમાં વસ્તીના ચોક્કસ સ્થાનના સંકેત આપ્યા. જોકે બેઇજિંગ અને થિમ્પૂ બંનેએ આ વાતનો ઇનકાર કર્યો હતો. હવે સેટેલાઇટની તસવીરમાં ચીની ગામ ‘ગ્યાલાફુગ’ ની તસવીર સામે આવી છે, જેને લઇ કહેવામાં આવી રહ્યું છે કે તેને ભૂતાનની અંદર બે કિમી સુધી બાંધવામાં આવ્યું છે. જેમાં નવો રસ્તો છે. એવા સમાચારો પણ સામે આવ્યા છે કે ભારતની સરહદ સુધી સલામત પહોચવા માટે ચીને પશ્ચિમ ભુતાનના અન્ય વિસ્તારોમાં ધીરે ધીરે અતિક્રમણ કર્યું છે.

Read Also

Advertisement

The post ભાજપ સાંસદે મોદી સરકારની પોલ ખોલી / ચીને ભારતીય જમીન પર કબ્જો કર્યો, કાયર બનીને કામ નહીં ચાલે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next