Advertisement

વાઘાણીઅે ખેલ પાડ્યો : ભાવનગર જિલ્લા પંચાયત અેક મતે ભાજપે અાંચકી, કોંગ્રેસમાં બળવો

01:46 PM Jun 20, 2018 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બીજી ટર્મમાં આજે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં આજે કોંગ્રેસ પાસેથી સત્તા ઝુટવવામાં ભાજપ ને સફળતા મળી છે. ૨૨ સભ્યો ધરાવતી કોંગ્રેસના બે સભ્યોએ બળવો કરી ભાજપમાં જોડાતા અને મતદાન સમયે એક સભ્ય ગેરહાજર રહેતા કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી જયારે ૨૦ સભ્યો સાથે વક્તુબેન મકવાણા પ્રમુખ તરીકે  અને બી કે ગોહિલ ઉપપ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જેની શંકા ગઈકાલે જ વ્યક્ત કરવામાં આવી હતી કે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યો બળવો કરશે અને કોંગ્રેસ ને સત્તા ગુમાવવી પડશે તે હકીકત આજે સાર્થક થઇ હતી. અગાઉ ની ટર્મમાં ૨૨ સભ્યો સાથે સત્તારૂઢ થયેલી કોંગ્રેસ તેની બીજી ટર્મમાં તેના સાથીઓ ને સાચવી ના શકી હતી જેમાં આજે કલેકટર સહિતના અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ તેના અજ્ઞાતવાસમાં મોકલી આપવામાં આવેલા સભ્યોને બસમાં લઈને આવી પહોચી હતી પરંતુ અગાઉથી નારાજ બગદાણા જીલ્લા પંચાયત બેઠકના સભ્ય જાગાભાઈ ઉકાભાઈ બારૈયા અને મોખડકા બેઠકના સભ્ય ભાનુભાઈ ચૌહાણે કોંગ્રેસ સામે બળવો કરી ભાજપ પક્ષ સાથે બેસી ગયા હતા જયારે ચમારડી બેઠકના કોંગ્રેસના સભ્ય હીરાબેન રાઘવજી ગેરહાજર રહેતા ભાજપ ને ૨૦ જયારે કોંગ્રેસને ૧૯ મત મળતા કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો જયારે ભાજપના  વક્તુબેન મકવાણા પ્રમુખ તરીકે  અને બી કે ગોહિલ ઉપપ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા

35 લાખમાં સભ્યો ખરીદાયા હોવાના અાક્ષેપો

આ તકે સત્તા ગુમાવનાર કોંગ્રેસના પહેલી ટર્મના પ્રમુખ સંજયસિંહ સરવૈયા એ ભાજપ સામે આક્ષેપ કરતા તેમના સભ્યોને ૩૫ લાખમાં જેવી માતબર રકમ આપી ખરીદ કરવામાં આવ્યા છે.એટલેકે કોંગ્રેસના સભ્યો ૩૫ લાખમાં વહેચાયા છે તેમ કહ્યું હતું.

વિકાસના કારણે ભાજપમાં જોડાયો

આ તકે કોંગ્રેસ સામે બળવો કરી ભાજપમાં જોડાયેલા જાગાભાઈ બારૈયા સામે જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વહેચાયા છે જે બાબતે તેમને સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને વિકાસ ના કારણે તેઓ ભાજપમાં જોડાયા છે તેમ જણાવ્યું હતું.

વિવિધ સમીતિમાં ચેરમેન હોવા છતાં બળવો કર્યો

Advertisement

આજે કોંગેસ સામે તેના જે સભ્યોએ બળવો કર્યો છે તેઓ અગાઉની કોગ્રેસ ની ટર્મ માં વિવિધ સમિતિ ના ચેરમેન હતા જેમાં જાગાભાઈ બારૈયા કે જે ઉત્પાદન અને સિંચાઈ વિભાગના અધય્ક્ષ હતા જયારે ભાનુભાઈ ચૌહાણ કે કે આરોગ્ય સમિતિના ચેરમેન હતા .

The post વાઘાણીઅે ખેલ પાડ્યો : ભાવનગર જિલ્લા પંચાયત અેક મતે ભાજપે અાંચકી, કોંગ્રેસમાં બળવો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next