Advertisement

Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

01:44 PM Jul 27, 2021 | Damini Patel |
Advertisement

GSTV

બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનને ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. કૃતિએ પોતાની એક્ટિંગથી બધાને ખુશ કરી દીધા છે અને ખુબ ઓછા સમયમાં ફેન્સના દિલો પર રાજ કરવા લાગી છે. કૃતિએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તેઓ મહેશ બાબુ સાથે જોવા મળી હતી. તેલુગુ ઇન્ડસ્ટ્રીથી પોતાની શરૂઆત કરવા વાળી કૃતિ હવે બૉલીવુડ પર રાજ કરી રહી છે. પોતાના કામથી તે કરોડોની સંપત્તિની માલકીન બની ગઈ છે.

કૃતિએ બૉલીવુડમાં ફિલ્મ હિરોપંતીથી પગ મુક્યો હતો. આ ફિલ્મમાં એમની સાથે ટાઇગર શ્રોફ્રે પણ ડેબ્યુ કર્યું હતું. પોતાની પહેલી ફિલ્મ પછી કૃતિએ પણ પાછળ ફરીને નથી જોયું. હવે તેઓ ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાની છે.

કૃતિ સેનન 29 કરોડની સંપત્તિની માલકીન છે

Caknowledgeની રિપોર્ટ મુજબ કૃતિ સેનન 29 કરોડની સંપત્તિની માલકીન છે. કૃતિની સૌથી વધુ કમાણી એક્ટિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થાય છે. તેઓ એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ફી લે છે. એ ઉપરાંત તેઓ સ્ટેજ શો પણ કરે છે. કૃતિનું ક્લોથીંગ મિસ ટેકેન પણ છે.

રિપોર્ટ્સ મુજબ કૃતિ 15 બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે. જેમાં બાટા, અર્બન કલેપ, ફેમ, ટાઇટન રાગા સહીત ઘણા અન્ય બ્રાન્ડ સામેલ છ. રિપોર્ટ્સની માનીએ તો દર વર્ષે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી 2 કરોડ રૂપિયા કમાઈ છે.

પ્રોજેક્ટ્સની લાગેલી છે લાઈન

Advertisement

કૃતિ સેનન પાસે હાલ ઘણા મોટા પ્રોજેક્ટ છે. સોમવારે એમની ફિલ્મ મિમી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મમાં તેઓ એક સેરોગેટ મધરની ભૂમિકામાં જોવા મળી રહી છે. ફિલ્મમાં કૃતિ સાથે પંકજ ત્રિપાઠી લીડ રોલમાં છે. આ ઉપરાંત તેઓ અક્ષય કુમાર સાથે બેચ્ચન પાંડેમાં પણ જોવા મળશે. આ ફિલ્મની શુટિંગ ખતમ થઈ ગઈ છે. કૃતિ પેન ઇન્ડિયા ફિલ્મમાં આદિપુરુષમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ સીતાના રોલમાં જોવા મળશે. આ કૃતિનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ થવાનો છે. કૃતિએ થોડા સમય પહેલા જ ગણપતથી પોતાનો લુક શેર કર્યો હતો.

Read Also

The post Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next