Advertisement

ભંગાણના એંધાણ / કોંગ્રેસ આરજેડી ગઠબંધન તૂટવાની આરે, બિહાર પ્રભારીએ આપ્યા સંકેત

09:47 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

બિહારમાં કોંગ્રેસ અને આરજેડીનું જોડાણ તૂટવાના આરે છે. આ વાત પર પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ભક્ત ચરણ દાસે મહોર મારી દીધી છે. તેમણે પટનામાં જણાવ્યું કે મહાગઠબંધન તૂટવાનું હવે માત્ર ઔપચારિક એલાન થવાનું બાકી છે.

કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં એકલી 40 બેઠકો પર સંપૂર્ણ તાકાત સાથે લડશે. તેમણે આરજેડી પર સાથ નહીં આપવાનો આરોપ લગાવ્યો. તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે પરદા પાછળ આરજેડી અને ભાજપના ગઠબંધન માટેના પ્રયાસ ચાલી રહ્યા છે.

તો બીજી તરફ આરજેડીના નેતા જગદાનંદ સિંહે પણ કોંગ્રેસ અને ભક્તચરણ દાસ ઉપર ભડાશ કાઢી. આરજેડીએ કહ્યું કે અમે ગઠબંધન તોડ્યું નથી આ નિર્ણય કોંગ્રેસનો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ભંગાણના એંધાણ / કોંગ્રેસ આરજેડી ગઠબંધન તૂટવાની આરે, બિહાર પ્રભારીએ આપ્યા સંકેત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next