Advertisement

Reality Show / વિશ્વનો સૌથી મોટો રિયાલિટી શો, લગાવવી પડે છે જાનની બાજી; જીતી ગયા તો પેઢીઓ બેઠા બેઠા ખાશે

05:41 PM Sep 10, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

ભારતમાં રિયાલિટી ટીવી શોનો ઘણો ક્રેઝ છે. દર્શકો આ શો ફક્ત જોવાનું જ પસંદ કરતા નથી પણ સ્પર્ધકો તરીકે તેમાં ભાગ લેવા પણ ઈચ્છે છે. ‘કૌન બનેગા કરોડપતિ’, ‘બિગ બોસ’, ‘ઇન્ડિયન આઇડોલ’ અને ‘ફિયર ફેક્ટર’ ભારતના કેટલાક લોકપ્રિય ટીવી શોમાં ગણાય છે. તમે આમાંના કોઈપણ શોનો ભાગ બનીને કરોડો જીતી શકો છો પરંતુ શું તમે વિશ્વના સૌથી મોટા રિયાલિટી ટીવી શો વિશે જાણો છો?

ઇનામની રકમ કેટલી છે?

‘કૌન બનેગા કરોડપતિ’ એક ક્વિઝ શો છે અને આમાં જો તમે બધા પ્રશ્નોના સાચા જવાબ આપો તો તમે મહત્તમ 7 કરોડ રૂપિયા જીતી શકો છો. પરંતુ જે શો વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેમાં વિજેતા સ્પર્ધકને રૂ. 14,68,91,300.00 ઇનામની રકમ મળે છે. પરંતુ રસપ્રદ બાબત એ છે કે મોટાભાગના સ્પર્ધકો આ શોમાં ટકી નથી શકતા અને કવીટ કરીને છોડી દે છે.

શોનું નામ શું છે?

‘સર્વાઇવર'(Survivor) નામના આ રિયાલિટી શોમાં સ્પર્ધકોને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં જંગલમાં છોડી દેવામાં આવે છે. વચ્ચે, તેમને ટાસ્ક પણ આપવામાં આવે છે, પરંતુ આ સ્પર્ધકો સામે એક જ મોટો પડકાર છે … ટકી રહેવા માટે. જંગલી પ્રાણીઓ અને સાપ અને વીંછીથી ભરેલા જંગલો અને રણમાં, સ્પર્ધકોએ જાતે જ તેમના ખોરાક, પાણી અને રહેવાની અને સૂવાની વ્યવસ્થા કરવી પડે છે. તમામ સ્પર્ધકોએ તબિયત બગડવાના અને મૃત્યુના ડરથી શો છોડી દે છે.

40 સીઝન આવી ચુકી છે

‘કૌન બનેગા કરોડપતિ’ની 13 મી સીઝન ચાલી રહી છે અને બિગ બોસની 15 મી સીઝન આવી ગઈ છે. પરંતુ પ્રેક્ષકો છેલ્લા 40 સીઝનથી રિયાલિટી ટીવી શો સર્વાઈવર જોઈ રહ્યા છે અને તેમાં ભાગ લઈ રહ્યા છે. છેલ્લી સીઝનમાં વિજેતાને 14 કરોડ 68 લાખ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવી હતી. આ શોમાં એલિમિનેશન ઓછું છે પરંતુ ઘણા સ્પર્ધકો માંદગી, ઉલટી, પાણીની અછત, તાવ, અગવડતા અને ભૂખ અને તરસ ના ડરથી શો છોડી દે છે.

ભારતમાં પણ વધી રહ્યો છે ક્રેઝ

Advertisement

ભારતમાં પણ આવા ક્રેઝી રિયાલિટી ટીવી શોનો ક્રેઝ ધીમે ધીમે વધી રહ્યો છે અને આ જ કારણ છે કે ભારતમાં ‘મેન વર્સીસ વાઇલ્ડ'(Man Vs Wild) જેવા શોની ટીઆરપી ખૂબ જ ઝડપથી વધી છે. પરંતુ આ ફોર્મેટને ટેકો આપતા શો ભારતમાં શરૂ થવાને સમય છે. ફિયર ફેક્ટર અને રોડીઝ જેવા શો પણ સ્ટંટ કરે છે પરંતુ જંગલ ફોર્મેટ પર હજુ સુધી કોઈ શો આવ્યો નથી.

ALSO READ

The post Reality Show / વિશ્વનો સૌથી મોટો રિયાલિટી શો, લગાવવી પડે છે જાનની બાજી; જીતી ગયા તો પેઢીઓ બેઠા બેઠા ખાશે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next