Advertisement

વાહનચાલકોને સરકારે આપી મોટી રાહત: ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ સહિતના આ નિયમોમાં આપી સપ્ટેમ્બર સુધીની છૂટ

11:49 AM Jul 29, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

જો આપે પણ ડ્રાઈવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા તો ફિટનેસ સર્ટિફિકેટ સહિત અન્ય મોટર વ્હીકલ ડોક્યુમેંટ્સની વેલિડિટી ખતમ થઈ રહી છે અને આપ તેને રિન્યૂ કરાવાના ટેન્સનમાં છો, તો આપના માટે સારા સમાચાર આવ્યા છે કારણ કે સરકારે ફરી એક વાર તેની વેલિડીટી લંબાવી દીધી છે. કોરોના મહામારીના કારણે સરકારે આ નિર્ણય લીધો છે.

સડક અને પરિવહન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ આ ડોક્યુમેન્ટ જે 1 ફેબ્રુઆરી 2020ના રોજ એક્સપાયર થઈ ગયા હતા અને લોકડાઉનના કારણે રિન્યૂ કરાવી શક્યા નથી. તે લોકો હવે 30 સપ્ટેમ્બર 2021 સુધી માન્ય ગણાશે.

મંત્રાલય તરફથી સંબંધિત તમામ વિભાગોને આ અંગે આદેશ જાહેર કરી દીધો છે. જેમાં કહેવાયુ છે કે, તેનાથી નાગરિકોને ટ્રાંસપોર્ટ સંબંધિત સેવાઓમાં કોઈ પણ પ્રકારનો વાંધો ન આવે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યુ છે કે, તે તાત્કાલિક પ્રભાવથી તેને લાગૂ કરે. જેથી ટ્રાંસપોર્ટ્સ અને બીજી અન્ય સંસ્થાઓ જે આ મુશ્કેલી સમયમાં કામ કરી રહી છે. તેને કોઈ અડચણનો સામનો કરવો પડે નહીં.

આપને જણાવી દઈએ કે, સરકારે કોરોના મહામારીને જોતા કેટલીય વાર ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી અને ફિટનેસ સર્ટિફિકેટને લઈને ડોક્યુમેન્ટની વેલિડિટી વધારી દીધી છે. આ અગાઉ 30 જૂન 2021 સુધી આ માન્ય હતાં. તે અગાઉ 30 માર્ત 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021ના રોજ પણ સરકારે આના માટે એડવાઈઝરી જાહેર કરી હતી.

Advertisement

READ ALSO

The post વાહનચાલકોને સરકારે આપી મોટી રાહત: ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ સહિતના આ નિયમોમાં આપી સપ્ટેમ્બર સુધીની છૂટ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next