Advertisement

BIG NEWS: સોનુ સુદના ઘરે ફરી એક વાર ઈન્કમ ટેક્સના દરોડા, આવક વિભાગના અધિકારી સર્વે માટે પહોંચ્યા

01:31 PM Sep 16, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

બુધવારે અભિનેતા સોનુ સુદ સાથે જોડાયેલા છ ઠેકાણા પર આવક વિભાગે સર્વે કર્યો હતો. હકીકતમાં આ સર્વે દ્વારા આવાક વિભાગ એ જાણવાની કોશિશ કરી રહી છે કે, ક્યાંક બોલિવૂડ અભિનેતા પાસે આવકથી વધારે સંપત્તિ તો નથી ને. હવે આપને જણાવી દઈએ કે, આજે ફરીથી એક્ટરના ઘરે આવક વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ગુરૂવારે ફરી એક વાર સોનુ સુદના ઘરે ઈન્કમ ટેક્સના અધિકારી પહોંચ્યા હતા. જ્યારે બુધવારે લગભગ 1 કલાક સુધી સર્વે બાદ અધિકારી ચાલ્યા ગયા હતા. પણ આજે ફરી એક વાર અધિકારીઓ સોનુ સુદના ઘરે પહોંચ્યા હતા.

આવકવેરા વિભાગે અભિનેતા સોનુ સૂદના ઘરે સર્વે કર્યો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, તેના ઘરમાંથી કોઈ વસ્તુ જપ્ત કરવામાં આવી નથી. આવકવેરા વિભાગની ટીમ બુધવારે સવારથી તેમના ઘરે પહોંચી હતી. આવકવેરા વિભાગની ટીમ સવારથી જ તેના ઘરે સર્વે કરી રહી છે. જોકે, ટીમે હજુ સુધી કોઈ જપ્તી કરી નથી. આવકવેરા વિભાગે માત્ર તેમના ઘરે જ નહીં પરંતુ, સોનુ સૂદને લગતા 6 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે.

સોનુ સૂદે તે બેઠક બાદ રાજકારણમાં સામેલ થવાની સંભાવનાઓ પર વિશેષ રૂપે દિલ્હીની સત્તારૂઢ આમ આમદી પાર્ટીના સવાલોનો જવાબ આપવાથી ઇનકાર કરી દીધો હતો.

Advertisement

જણાવી દઇએ કે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 133A ની જોગવાઈઓ હેઠળ હાથ ધરાયેલા ‘સર્વે (ખાતાનું નિરીક્ષણ) અભિયાનમાં, આવકવેરા અધિકારીઓ માત્ર વ્યવસાયિક પરિસર અને તેની સાથે જોડાયેલા પરિસરમાં જ નિરીક્ષણ કરે છે. જો કે, અધિકારીઓ દસ્તાવેજો જપ્ત કરી શકે છે.

કોરોના કાળમાં બન્યો હતો ગરીબોનો મસીહા

ઉલ્લેખનીય છે કે, કોરોના સમયગાળા દરમિયાન, સોનુ સૂદ ગરીબો માટે મસીહા બની ગયો હતો. તેમણે સ્થળાંતર કરનારા હજારો જરૂરિયાતમંદોને મદદ કરી હતી. એટલું જ નહીં, ભોજન અને ઘરે જવા સુધી તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, જ્યારે દર્દીઓ માટે હોસ્પિટલ અને ઓક્સિજન જેવી આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત હતી ત્યારે પણ તેઓએ લોકોને ખૂબ ઉત્સાહથી મદદ કરી. તે હજુ પણ લોકોને વિવિધ રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. જેના કારણે તેની બધે પ્રશંસા થઈ રહી છે.

READ ALSO

The post BIG NEWS: સોનુ સુદના ઘરે ફરી એક વાર ઈન્કમ ટેક્સના દરોડા, આવક વિભાગના અધિકારી સર્વે માટે પહોંચ્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next