Advertisement

કોને મળશે સ્થાન? ભુપેન્દ્ર પટેલ કરશે શપથગ્રહણ, શું રહેશે નવા મંત્રીમંડળમાં સુરતની ભાગીદારી

11:32 AM Sep 13, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂંક થતાંની સાથે જ નવા મંત્રી મંડળમાં સુરતને કેટલો હિસ્સો મળશે ? તે અંગેની અનેક રાજકીય અટકળ શરૃ થઈ ગઈ છે. નવા મુખ્યમંત્રી આવતીકાલે શપથ લેશે અને બે દિવસ બાદ મંત્રી મંડળની જાહેરાત કરાશે તેવા સમાચાર સાથે જ સુરતમાં રાજકીય ગતિવિધી તેજ થઈ ગઈ છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ રાજીનામું આપ્યું અને નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત બાદ સુરતના રાજકારણમાં અનેક અટકળ ચાલી રહી છે. જેમાં સુરતમાં સૌથી વધુ ચર્ચા નવા મુખ્યમંત્રીના મંત્રી મંડળમાં સુરતંમાંથી કોનો સમાવેશ થશે? તે અંગે છે. મુખ્યમંત્રી બદલાઈ તે પહેલાં જ નબળા મંત્રીઓની બાદબાકી થશે અને નવા એક્ટીવ-યુવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે તેવી ચર્ચા જોરશોરમાં થઈ રહી હતી. હવે ગુજરાતના મુખ્યમંત્રી જાહેર થઈ ગયાં છે ત્યારે નવા મંત્રી મંડળ અંગેની જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે તેવું કહેવાય રહ્યું છે.

ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને રાજ્ય કક્ષાના સુરતના આરોગ્યમંત્રી કુમાર કાનાણી નિષ્ફળ ગયાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત છેક છેલ્લે સુધી રેસમાં નીતિન પટેલ દોડતાં હતા પરંતુ તેઓની સતત ત્રીજી વાર બાદબાકી કરવામા આવી અને હવે પાટીદાર મુખ્યમંત્રી હોવાથી નાયબ મુખ્યમંત્રી તરીકે પણ બાદબાકી થાય તેવી અટકળ ચાલી રહી છે. આ સાથે જ કુમાર કાનાણી સહિત ઘણા જુનાજોગીઓની પણ બાદબાકી થાય તેવી શક્યતા વધી છે.

જો કાનાણીની બાદબાકી થાય તો સુરતમાંથી મંત્રી મંડળમાં કોને પ્રતિનિધિત્વ મળશે ? મહિલા કે પુરૃષ ધારાસભ્ય મંત્રી બનશે? તે અંગે અનેક અટકળ થઇ રહી છે. આ ઉપરાંત પાટીદાર મંત્રી બનશે કે બિન પાટીદાર કે બિન ગુજરાતી ? તે અંગે પણ અટકળો શરૃ થઈ ગઈ છે. જોકે, રાજકારણીઓ ખુલીને કશું કહેવા તૈયાર નથી પરંતુ આગામી મંત્રી મંડળમાં સુરતને સ્થાન મળે તે અંગે આશાવાદ રાખી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

Advertisement

The post કોને મળશે સ્થાન? ભુપેન્દ્ર પટેલ કરશે શપથગ્રહણ, શું રહેશે નવા મંત્રીમંડળમાં સુરતની ભાગીદારી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next