Advertisement

Movie Review: વિક્કી કૌશલની શાનદાર એક્ટિંગ, ફ્રેશ કહાણી સાથે રૂવાડા ઉભા કરી દેશે ‘Bhoot’

12:28 PM Feb 21, 2020 | Arohi |
Advertisement

GSTV

હોરર એક એવો જોનર છે જેમાં હજુ ઘણીબધી સંભાવનાઓ શોધવાની બાકી છે. અચાનક કોઈ મૂવમેન્ટની સાથે જોરથી કોઈ સાઉન્ડ આવવો, અરીસામાં અચાનક કોઈ પડછાયાનું પ્રગટ થવું અને રૂમમાં મુકેલા સામાનનું પોતાની જાતે જ હલવા લાગવું જેવી વસ્તુઓ દર્શક પાછલા ઘણા સમયથી જોતા આવ્યા છે. ધર્મા પ્રોડક્શને પહેલી વખત હોરર ફિલ્મ બનાવી છે. આવામાં ફેનની આશાઓ પર ખરા ઉતરવું તે એક મોટો પડકાર છે. વિક્કી કૌશલ અને ફિલ્મના મેકર્સ ફેન્સની આશાઓ પર ખરા ઉતર્યા કે નહીં? આવો આગળ જાણીએ…

સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ હકીકતે તમને કલ્પનાઓની એવી દુનિયામાં લઈ જાય છે કે તમને જે પણ કંઈ દર્શાવવામાં આવી રહ્યું છે તે હકીકત લાગવા લાગે છે. એક હોરર ફિલ્મની સામે બે સૌથી મોટા પડકાર હોય છે. પહેલા એ કે ફિલ્મ તમને ડરાવી શકે અને બીજો એ કે તે તમને બોર ન કરે. વિક્કી કૌશલની ફિલ્મમાં આ બંન્ને પાસા મજબૂત છે.

શું છે ફિલ્મની કહાણી?

એક ઘટનામાં પોતાની નાની દિકરી અને પત્નીને ખોઈ બેસેલો પૃથ્વી એટલે કે વિક્કી કૌશલ હવે મુંબઈમાં એકલો રહે છે અને શિપિંગ ઓફિસરની નોકરી કરે છે. પૃથ્વી પોતાને પત્ની અને દિકરીના મોત માટે જવાબદાર ગણે છે. માટે તેના મનમાં આ વાતનું ગિલ્ટ હંમેશા રહે છે. તે દરેક કામ કરે છે જેનાથી તે કોઈ મહિલા અથવા બાળકીની મદદ કરી શકે.

પૃથ્વીના દિમાગ પર આ ટ્રોમા એટલી હદ સુધી છે કે પોતાની પત્ની અને દિકરી તેને દેખાય છે. તે ડોક્ટર પાસે પોતાના હેલોસિનેશન્સની સારવાર તો કરાવી રહ્યો છે પરંતુ દવાઓ નથી લેતો જેના કારણે તેની પત્ની અને દિકરી તેને હંમેશા દેખાતી રહી. પૃથ્વીનો મિત્ર રિયાઝ હંમેશા તેને આ કરવાના કારણે ટોકતો રહે છે પરંતુ પૃથ્વી નથી માનતો. બધું જ ઠીક ચાલી રહ્યું હોય છે અને એક દિવસ અચાનક દરિયા કિનારે એક સુનસામ જહાજ સી-બર્ડ આવીને ઉભી રહે છે.

Advertisement

સી-બર્ડ વિશે ઘણા કિસ્સા છે. આ જહાજના અચાનક દરિયા કિનારે આમ આવવાથી મુંબઈની જનતામાં ખલબલી છે. જેના કારણે પૃથ્વીની કંપની પર આ જહાજને ત્યાંથી હટાવવાનું દબાણ વધી જાય છે.  જવાબદારી પૃથ્વી પર આવે છે અને હવે તે જહાજને જોવા માટે જાય છે. તો તેની સાથે તમામ અજીબ વસ્તુઓ આવવા લાગે છે. પૃથ્વી જ્યારે થોડી તપાસ કરે છે તો તેની સામે આવે છે એક રૂવાડા ઉભા કરી નાખે તેની હકીકત.  

એક પછી એક રહસ્યો ખુલવાની આ કહાણી તમને બાંધીને રાખશે. કહી શકાય કે તેનો કોન્સેપ્ટ નવો છે. ફિલ્મની વચ્ચે વચ્ચે એવા જોક્સ છે જે કહાણીને બોરિંગ બનાવવાથી બચાવે છે. સી-બર્ડનો એ સીક્રેટ શું છે જે લોકોનો જીવ લઈ રહ્યું છે?  શું વિક્કી કૌશલનું આ જહાજ સાથે કોઈ જુનુ કનેક્શન છે? શું આ હોન્ટેડ શિપનું ભુત વિક્કી કૌશલનો જીવ લઈ લેશે કે તેને જવા દેશે? આજ ફિલ્મની કહાની છે.   

કેવી છે ફિલ્મ?

ફિલ્મમાં વિક્કી કૌશલનો અભિનય ખૂબ શાનદાર છે અને કહી શકાય કે ફરી એક વખત તે એક સારા અભિનેતા તરીકે ઉભરીને આવ્યો છે. હોરર ફિલ્મ છે માટે એ સવાલ જરૂર થાય કે શું આ ફિલ્મ તમને ડરાવવામાં સફળ રહેશે? જવાબ છે હા. કોઈ પણ હોરર ફિલ્મમાં ગ્રાફિક્સ અને વીએફએક્સ ખૂબ મહત્વના હોય છે અને તેનું કામ ફિલ્મમાં ખૂબ સારૂ છે. ફિલ્મના અમુક સીક્વન્સ એવા છે જે તમારા રૂંવાડાં ઉભાં કરી દેશે અને તમે એક ક્ષણ માટે સુન્ન થઈ જશો.   

બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સોન્ગસ

ફિલ્મના મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોરની વાત કરવામાં આવે તો આખી ફિલ્મમાં ફક્ત એક જ ગીત છે જે તેની શરૂઆતમાં આવે છે. ગીતનું મ્યુઝિક અને લિરિક્સ ખૂબ જ જોરદાર છે અને તે દર્શકોને પહેલાથી જ ખૂબ પસંદ આવી રહ્યું છે. જ્યાં સુધી વાત છે ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરની તો તે ઈન્પ્રસ કરી જાય છે. નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ક્રિએટિવ લેવલ પર વસ્તુઓ ઈન્પ્રેસિવ છે. 

ફિલ્મની કહાની દમદાર છે અને તમારી આશઓ પર ખરી ઉતરે છે. પરંતુ ધર્મા પ્રોડક્શને ફિલ્મમાં એક દેશીપણુ પણ રાખ્યું છે. આશુતોષ રાણાના મંત્રોચ્ચારણ કરવું અને આત્માની મુક્તિ માટે કંઈક કરવું જેવો કોન્સેપ્ટ ફિલ્મમાં રાખવામાં આવ્યો છે. કહી શકાય કે ફિલ્મનું હોરર ભલે ઈન્ટરનેશનલ વાળું હોય પરંતુ તેનું ક્લાઈમેક્સ ખૂબ દેશી રાખવામાં આવ્યો છે.

Read Also

The post Movie Review: વિક્કી કૌશલની શાનદાર એક્ટિંગ, ફ્રેશ કહાણી સાથે રૂવાડા ઉભા કરી દેશે ‘Bhoot’ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next