Advertisement

ગજબ! દૂધનો વ્યવસાય કરતા આ વ્યક્તિએ રૂપિયા 30 કરોડમાં ખરીદ્યું હેલિકોપ્ટર, ખેતરમાં જ બનાવ્યું હેલીપેડ

02:17 PM Feb 16, 2021 | Sejal Vibhani |
Advertisement

GSTV

ભિવંડીના એક ખેડૂતે દૂધ વેચવા માટે એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. આ સાંભળતા જ અજીબ લાગશે પરંતુ આ હકીકત છે. ભિવંડીના દૂધ વ્યવાસાયી જનાર્દન ભોઈરે પોતાના બિઝનેશને લઈને દેશના અલગ અલગ ભાગમાં જવું પડે છે. એટલા માટે તેમણે સમય બચાવવા માટે 30 કરોડ રૂપિયામાં આ હેલિકોપ્ટર ખરીદ્યું છે.

રવિવારે ટ્રાયલ માટે હેલિકોપ્ટર તેના ગામ લઈ આવ્યા હતા. ભોઈર પોતે આ હેલિકોપ્ટરમાં બેસવાની જગ્યાએ ગ્રામ પંચાયતમાં વિજય મેળવેલા સદસ્યોને બેસાડ્યા. જનાર્દન ભોઈરે કહ્યું કે તેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધુ પ્રોપર્ટી છે.

આ કારણે જનાર્દવે ખરીદ્યું હેલિકોપ્ટર

જનાર્દન ભોઈર આજકાલ આ હેલિકોપ્ટરની ટ્રાઈલ પણ લઈ રહ્યા છે. દૂધ, લણણી કરવાની સાથે સાથે જનાર્દનનો રિયલ એસ્ટેટનો પણ બિઝનેસ છે. પોતાના કામને લઈને તેમણે એનેક વખત પશ્ચિમથી પૂર્વી રાજ્યો સુધી જવું પડે છે. અનેક જગ્યાઓ પર ફ્લાઈટ્સની સુવિધા નહીં હોવાને કારણે તેમનો ઘણો સમય બર્બાદ થતો હતો. જે બાદ એક મિત્રની સલાહ પર તેમણે હેલિકોપ્ટર ખરીદ્યું.

ઘર પાસે બનાવ્યું હેલીપેડ

જનાર્દનનું કહેવું છે કે ડેરીના ઉદ્યોગ માટે તેમણે ઘણી વખત પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને પૂર્વી રાજ્યોમાં જવું પડે છે. જનાર્દન ભોઈરે પોતાના ઘરની નજીક હેલીપેડનું નિર્માણ કર્યું છે. સાથે જ પાયલટ રૂમ, ટેક્નિશિયન રૂમ બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે, 15 માર્ચના રોજ મારા હેલિકોપ્ટરની ડિલીવરી થવાની છે. મારી પાસે 2.5 એકરની જગ્યા છે. જ્યાં હેલિકોપ્ટર  માટે રાઉંડ પટ્ટી અને બીજી અન્ય વસ્તુઓ બનાવાશે.

ભિવંડીમાં રહે છે અનેક શ્રીમંત ઉદ્યોગપતિઓ

Advertisement

હકિકતમાં ભિવંડી વિસ્તારમાં અનેક મોટી કંપનીઓના ગોદામ છે. જેનાથી લોકોને સારુ ભાડૂ મળે છે. દેશની તમામ મોંધી ગાડીઓ ભિંવડી વિસ્તામાં દેખાય છે. આ વાત એમ સમદો કે અમેરિકાના પાષ્ટ્રપતિના કાફલામાં ચાલતી કૈડિલૈક કાર પ્રથમ વખત મુંબઈમાં નહીં પરંતુ ભિવંડીમાં ખરીદવામાં આવી હતી. જનાર્દન ભોઈર પાસે પણ ગોદામ છે. અને તેમને તેમાંથી સારી એવી કમાણી થાય છે.

READ ALSO

The post ગજબ! દૂધનો વ્યવસાય કરતા આ વ્યક્તિએ રૂપિયા 30 કરોડમાં ખરીદ્યું હેલિકોપ્ટર, ખેતરમાં જ બનાવ્યું હેલીપેડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next