Advertisement

ભાવનગર: નવ્વાણું યાત્રા માટે ભારતભરમાંથી યાત્રાળુઓ યાત્રા કરી બાંધી રહ્યા છે ભવોભવનું ભાથું

09:02 PM May 28, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

તીર્થોનો રાજા તીર્થાજીરાજ શ્રી શેત્રુંજીતીર્થ છે, આવા ગીરીરાજ શેત્રુંજય પર શ્રી આદિનાથ પ્રભુ ૯૯ પૂર્વ વાર પધાર્યા છે, જેથી ગીરીરાજ ઉપર નવ્વાણું યાત્રાનું અતિ મહત્વ હોય છે. આ નવ્વાણું યાત્રા માટે ભારતભરમાંથી 2000થી વધુ યુવાનો યુવતીઓ ધોમધગતા તાપમાં અને વેકેશનનો આનંદ છોડીને સાધુ-સાધ્વીજી તેમજ આચાર્ય ભગવંતોની નિશ્રામાં ઉગ્રતપસ્યા કરીને ભવોભવનું ભાથું બાંધી રહ્યા છે. યાત્રા દરમિયાન બાર ગાવ યાત્રા, માળ ચડાવવા, યાત્રિકો અને કાર્યકરોનું બહુમાન તેમજ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જૈનોના પવિત્ર તીર્થ કે જ્યાં અનંત આત્માઓ મોક્ષપદને પામ્યા છે આવા સાશ્વત ગીરીરાજની ૯૯ યાત્રા કરી પુણ્યનું ભાથું બાંધવાનો અનેરો અવસર હાલ ચાલી રહ્યો છે. નવ્વાણુંની યાત્રા મોક્ષ માટેનો સીધો રસ્તો છે. ભગવાન આદેશ્વરે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આપણા આત્માને કર્મથી હળવો કરવા માટે આ યાત્રા કરનારને મોક્ષની બારીઓ ખુલે છે. આમ પાલીતાણામાં પ.પૂ.આચાર્ય ભગવંતોની, સાધુ-સાધ્વીજી નિશ્રામાં જંબુદ્વિપ, સમદડી, જાલોર, મેવાડ ,દાત્રાલ સહીત જગ્યાએ યાત્રાના યાત્રિકો રોકાયા છે અને વહેલી સવારે ચાર વાગ્યે આ યાત્રાનો પ્રારંભ કરી ૧૦ થી ૧૨ વાગ્યા સુધીમાં ત્રણથી ચાર યાત્રા કરી યાત્રિકો ધર્મશાળામાં પરત ફરે છે.

નવાઈનો વાત તો એ છે કે આ યાત્રાળુઓમાં પચાસ ટકા કરતા વધુ યાત્રાળુઓ ૧૫ થી ૧૮ વર્ષના બાળક-બાલિકાઓ છે. વેકેશનમાં હરવા-ફરવાનું છોડીને આ કોન્વેન્ટનું કલ્ચર છોડીને પોતાનાના આત્માના કલ્યાણ માટે આ નવ્વાણું યાત્રા ભાવપૂર્વક કરી રહ્યા છે. આ યાત્રામાં જોડાયેલ બાળકો એવા પણ છે કે જે કોઈ દિવસ એસી વગર રહ્યા નથી અને કારની નીચે પગ મુક્યો નથી, એસી સ્કુલમાં જ ભણ્યા છે આવા બાળકો પર પોતાનું કલ્ચર છોડીને ૯૯ યાત્રામાં જોડાયા છે. યાત્રા દરમિયાન સળંગ નાકોડા ઉપવાસ એટલે કે છઠ્ઠનું ઉગ્ર તપ કરી સાથે ગીરીરાજની સાત યાત્રા કરીને કર્મનિર્જરા કરી રહ્યા છે.

જોકે, આ યાત્રામાં ૧૫ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ન પ્રવેશ આપવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે કલકત્તાથી આવેલા 4 વર્ષના બાળક અને ૭ વર્ષની બેબીની ભાવના જોઈ અને તેમને ૯૯ યાત્રા કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને પ્રથમ વાર આ બન્ને નાની ઉંમરના બાળકો ખૂબ શ્રદ્ધા પૂર્વક સ્ફૂર્તિથી ૯૯ યાત્રા કરી રહ્યા છે અને તેમની શ્રદ્ધા જોઈ સાધુ ભગવંતો પણ ખુબ રાજીપો કરી રહ્યા છે. તેમજ એક બહેન અઠ્ઠમ અને છઠ અને એકાસણું જેવા તપ કરીને યાત્રા કરી રહ્યા છે, જ્યારે એક બેબી સતત ત્રીજા વર્ષે ૯૯ યાત્રા કરવા માટે આવી છે, આમ પોતપોતાની શ્રદ્ધા સાથે યાત્રાળુઓ ૯૯ યાત્રા કરી રહ્યા છે.

Advertisement

આ યાત્રા કરતાં કરતાં યાત્રિકો ૧૨૫૦૦ જેટલી પ્રદક્ષિણા તેમજ ૧૦૦૮ અભિષેક સહિતની ક્રિયાઓ કરવામાં આવે છે. યાત્રિકો દ્વારા રોજની બે કે વધુ યાત્રાઓ કરવામાં આવે છે અને 45 દિવસમાં નવ્વાણું યાત્રા સંપન્ન કરે છે. પરંતુ હકીક્ક્તમાં તેઓએ ૧૦૮ યાત્રા કરવાની હોય છે આ યાત્રામાં એક યાત્રા છ ગાઉંની પણ હોય. જ્યારે શેત્રુંજી નદી નાહીને  એક યાત્રા પણ યોજાઈ છે. જ્યારે એક યાત્રામાં યાત્રિકો દ્વારા ચાંદીની લગડી પગથીયે-પગથીયે મુકીને પણ યાત્રા કરવામાં આવશે.

યાત્રા પૂર્ણ કરીને યાત્રિકો નીચે આવે ત્યારે દાતા પરિવાર તરફથી એમના માટે સુંદર મજાના એકાસણાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને તેમની વૈયાવચ્ચ કરવા સ્વયંસેવકો ખડેપગે હાજર રહે છે. આમ શ્રદ્ધા, સાધના અને સિદ્ધિનો એક અનુપમ ત્રિકોણ એટલે શેત્રુંજય તીર્થની નવ્વાણું યાત્રા,અને આ યાત્રા કરી હજારો યુવક યુવતીઓ હાલ પાલીતાણા ખાતે પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.

The post ભાવનગર: નવ્વાણું યાત્રા માટે ભારતભરમાંથી યાત્રાળુઓ યાત્રા કરી બાંધી રહ્યા છે ભવોભવનું ભાથું appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next