Advertisement

ધો. ૧૨ સા.પ્ર.નું પરિણામ જાહેર થતા જ વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશના દ્વાર ખૂલ્યાં, આ યુનિ.એ જાહેર કર્યો પ્રવેશ કાર્યક્રમ

03:03 PM Aug 01, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં આર્ટસ, કોમર્સ સહિતની ફેકલ્ટીમાં પ્રવેશના દ્વાર ખુલ્યાં છે ત્યારે યુનિવર્સિટી દ્વારા પણ ઓનલાઇન પ્રવેશ અંગે વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. તો અભ્યાસક્રમ સંબંધિત માર્ગદર્શન માટે હેલ્પ સેન્ટરો પણ કાર્યરત કર્યા છે. પ્રવેશ કાર્યવાહી બાદ તા.૨-૯થી પ્રથમ સેમના વર્ગો શરૂ થશે.

ભાવનગર યુનિ. ખાતે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રથમ સેન્ટર માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તા.૫-૮ના રોજથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રથમ સેન્ટર માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થનાર છે. આ અભ્યાસક્રમ સંબંધિત તમામ કોલેજ ખાતે તેમજ સેન્ટ્રલ લાયબ્રેરી, એમ.સી.એ. ભવન અને અંગ્રેજી ભવન ખાતે હેલ્પ સેન્ટર ઉપલબ્ધ છે. જેથી વિદ્યાર્થીઓને જરૂરી મદદ મળી રહે.

સ્નાતક કક્ષાએ (સામાન્ય પ્રવાહ) પ્રથમ સેમેસ્ટરમાં ઓનલાઇન પ્રવેશ અંગેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત આગામી તા.૫-૮થી ૧૪-૮ દસ દિવસ વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. તા.૧૫-૮ થી ૧૮-૮ દરમિયાન યુનિ. પ્રોવિઝનલ મેરીટ તૈયાર કરશે અને જરૂરી ઓનલાઇન ફેરફાર કરી શકાશે. જ્યારે તા.૨૨ના રો જયુનિ. ફાઇનલ મેરીટ અપાશે.

તા.૨૩મીએ દરેક કોલેજ પોતાનું મેરીટ બીલ્ટ જાહેર કરશે. ત્યાર બાદ તા.૨૪ થી ૨૮ દરમિયાન વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરી ફી ભરી શકશે. તો કોલેજોનું બીજું મેરીટ લીસ્ટ તા.૩૧-૮ જાહેર થશે અને ત્રીજુ મેરીટલીસ્ટ ૩-૯ બહાર પડાશે. આમ ધો.૧૨ સામાન્ય પ્રવાહ પછી બી.એ., બી.કોમ, બી.કોમ (ઓનર્સ) બીસીએ બી.એસ.સી. (આઇ.ટી.) બી.બી.એ., બી.એસ.ડબલ્યુ. અને બી.આર.એલ.ના અભ્યાસક્રમો જોડાઇ શકે છે. અને તેમાં પ્રવેશ માટેનો વિગતવાર કાર્યક્રમ યુનિ.એ જાહેર કર્યો છે. આ પ્રવેશ પ્રક્રિયાના અંતે તા.૨-૯ને ગુરૂવારથી પ્રથમ સેમેસ્ટરના ઓનલાઇન-ઓફલાઇન વર્ગો પણ શરૂ થશે તેમ જાહેર કર્યું છે.

31 દિવસની પ્રવેશ પ્રક્રિયામાં 7 દિવસ રજા

Advertisement

યુનિ. દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ બાદ બી.એ. બી.કોમ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. જે તા.૫ ઓગસ્ટથી શરૂ થશે અને ૪ સપ્ટે.ના રોજ પૂર્ણ થનાર છે. જે દરમિયાન ચાર રવિવાર તથા પતેતી, મહોરમ અને જન્માષ્ટમીના તહેવારનો સમાવેશ થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post ધો. ૧૨ સા.પ્ર.નું પરિણામ જાહેર થતા જ વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશના દ્વાર ખૂલ્યાં, આ યુનિ.એ જાહેર કર્યો પ્રવેશ કાર્યક્રમ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next