Advertisement

ડબલ અકસ્માત / ભાવનગરના તળાજા-ત્રાપજ પાસે હાઈવે પર ગંભીર દુર્ઘટના, 2નાં મોત અને 7થી 8 લોકો ઘાયલ

11:21 AM Sep 10, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ભાવનગર જિલ્લાના તળાજા-ત્રાપજ પાસે હાઈવે પર ડબલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બે જુદા-જુદા અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યાં હતાં. જેમાં કાર પલટી જતા તેમાં સવાર 7 થી 8 લોકો ઘાયલ થયા હતાં. જો કે, આ અકસ્માત જોવા કાર ઊભી રાખી હતી તેની પાછળ ધડાકા સાથે બાઈક અથડાતા બાઈકચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બાદમાં કારમાં સવાર ઘાયલોને ભાવનગર ખસેડવામાં આવ્યાં હતાં.

થોડાં દિવસ અગાઉ ધંધુકા-બગોદરા રોડ પર બસે પલટી મારતા 35 મુસાફરો ઘાયલ થયા હતાં

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ આવો જ એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં 35 મુસાફરો ઘાયલ થયા હતાં અને 11ની હાલત ગંભીર હતી. અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર ખડોળ ગામના ચાર રસ્તા પાસે 7 સપ્ટેમ્બરના રોજ ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ગઈ હતી. બસમાં સવાર 56માંથી 35 મુસાફરો ઘાયલ થયા હતાં. જેમાં ત્રણ નાના બાળકો સહિત 11 લોકોની હાલત ગંભીર હતી. જો કે, 108 એમ્બ્યુલન્સ દ્વારા આ તમામ ઘાયલોને ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં અને 4 લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતાં. ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી સૌરાષ્ટ્રના ટૂર તરફ જતા સમયે અકસ્માત નડ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post ડબલ અકસ્માત / ભાવનગરના તળાજા-ત્રાપજ પાસે હાઈવે પર ગંભીર દુર્ઘટના, 2નાં મોત અને 7થી 8 લોકો ઘાયલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next