Advertisement

ભાવનગર: બીજી ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી થઈ

09:12 PM Jun 14, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભાવનગર મહાનગરપાલિકામાં બીજી ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી થઈ. ભાવનગરના પ્રભારી રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ તમામના નામોની જાહેરાત કરી. જોકે નવા નામોની વરણીમાં ભાવનગરના બે ધારાસભ્યો વચ્ચેનો અસંતોષ હોય તેવું ચિત્ર સ્પષ્ટ જોવા મળ્યું.

ભાવનગર મહાનગરપાલિકાની બીજી અઢી વર્ષની ટર્મ માટે મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી. મનભા મોરીના હુલામણા નામથી જાણીતા ડેપ્યુટી મેયર મનહર મોરીને મેયર પદનું સુકાન સોંપવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની નિમણૂક કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવરાજસિંહની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે પરેશ પંડ્યા અને દંડક તરીકે જલવિકાબેન ગોંડલીયાની નિમણૂક કરવામાં આવી હતી.

મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે તે જોતા આ વરણીમાં ભાવનગર પશ્ચિમના ધારસભ્ય અને પ્રદેશ પ્રમુખનો હાથ ઉચો રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જ્યારે ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને મંત્રી વિભાવરીબેન દવેના ટેકેદાર કોર્પોરેટરનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હોય તેમ લાગે છે. તો શહેર પ્રમુખનું ખાસ કંઈ ઉપજ્યું હોય તેવું દેખાતું નથી.

નવનિયુક્ત મેયર મનહર મોરીએ શહેરની સુખાકારી અને વિકાસના કામોને પ્રાધ્યાન્ય આપવાની વાત કરી. તો ચોમાસાના સમયે જ નવા પદાધિકારીઓ સામે વરસાદી પાણીના ભરાવા સહિતની સમસ્યાઓનો પડકાર છે.

Advertisement

ભાવનગર પશ્ચિમ અને પૂર્વના ધારાસભ્યો વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે. માનીતાઓને મલાઈદાર પદ આપી દેવાયા હોઈ અસંતોષી ધારાસભ્યના જૂથમાં નારાજગી વધી છે. જેની અવળી અસર 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને જોવા મળી શકે છે.

The post ભાવનગર: બીજી ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી થઈ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next