Advertisement

ભાવનગરની રથયાત્રામાં આ વખતે કયા પ્રકારના આકર્ષણો હશે?

11:02 PM Jul 12, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ બાદ ભાવનગરનો નંબર બીજા ક્રમે આવે છે. ભાવનગરમાં આ વખતે 33મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથજી રથયાત્રા કમિટીએ ઉત્સવને લગતી તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આપી દીધો છે.

ભાવનગરમાં છેલ્લા ત્રણ દાયકાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થતું આવ્યું છે. આ વર્ષે 33મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતિમ તબક્કામાં છે. ત્યારે સમગ્ર ભાવનગરમાં ભારે ભક્તિભાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા કમિટી દ્વારા શહેરના ઘોઘાગેટ પાસે ભગવાનનું વિશાળ કદનું કટઆઉટ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો વિવિધ સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર સ્વાગત કમાનો સહિત પ્રસાદ વિતરણના સ્ટોલ ઉભા કર્યા છે.

આ વર્ષે ત્રણ હજાર કિલો ચણા અને ચણાની પ્રસાદી વહેંચવામાં આવશે. જેના માટે મહિલા મંડળ ચણાની સાફસફાઈમાં જોતરાયું છે. તો બીજી બાજુ ભગવાનના રથને સાફસફાઈ કરીને સજાવવામાં આવી રહ્યાં છે. આ વર્ષે ભગવાનના રથ પર સીસીટીવી કેમેરા લગાવવા સહિતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

શહેરના સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિર ખાતેથી સવારે ૮ વાગે રથયાત્રાનો પ્રારંભ થશે. જે  પૂર્વે સવારના ૬ વાગ્યે પૂજન વિધિનો કરવામાં આવશે, ભગવાન શ્રી જગન્નાથજી અને મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની પૂજા અર્ચના શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરી અને સંતો, મહંતો અને ભાવનગરના મહારાજા  વિજયરાજસિંહજી તેમજ યુવરાજ જયવીરરાજસિંહના વરદ હસ્તે સોનાના સાવરણાથી “છેડાપોરા” વિધિ અને “પહિન્દ” વિધી કરી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.

Advertisement

રથયાત્રાના આકર્ષણો જોઈએ તો રથની આગળ ૧૦૦ જેટલા ટ્રકો, ૫ જીપ, ૨૦ ટ્રેક્ટર, ૧૫ છકરડા, ૩ હાથી, ૮ ઘોડા, ૪ અખાડા, જુદી-જુદી રસમંડળીઓ, સત્સંગ મંડળો રથયાત્રામાં જોડાશે. રથયાત્રાના પ્રસ્થાન સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ભાજપ પ્રદેશ જીતું વાઘાણી, સહિતના મહાનુભવો હાજર રહેશે. દર વર્ષની માફક જગન્નાથજીના રથને પરંપરાગત રીતે ભોય સમાજના યુવકો દ્વારા દોરડાથી ખેંચીને રથને પ્રસ્થાન કરાવશે.

રથયાત્રાના રૂટની વાત કરીએ તો સવારે ૮ વાગ્યાથી સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવના મંદિરેથી પ્રસ્થાન થઇ મહિલા કોલેજ, ભરતનગર, સિંધુ કેમ્પ, સંસ્કાર મંડળ, કાળાનાળા જેલરોડ, અનંત વાડી, નિલમબાગ ચોક, ભીડભંજન મહાદેવ, જૂની મિલની ચાલી, નિર્મળ નગરના નાકે , પાવર હાઉસ, હનુમાનજી મંદિર ચાવડીગેટ, પાનવાડી ચોક, જશોનાથ ચોક, વોશિંગ ઘાટ, જલારામ મંદિર ખારગેટ , મારુતિ મંદિર બાર્ટનલાઈબ્રેરી, બહુચરાજી મંદિર  ડાયમંડ ચોક, મહિલા કોલેજ થઇ ૧૦ વાગ્યે ભગવાનેશ્વર મહાદેવ મંદિર પહોચશે. જ્યાં રથયાત્રા ધર્મસભાના રૂપમાં પરિવર્તિત થશે. ૩ કિમી લાંબી રથયાત્રા શહેરના ૧૮ કિમીના રૂટ પર ભગવાન જગન્નાથ ભાવેણાની નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ભાવિકોમાં ભક્તિભાવ સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

The post ભાવનગરની રથયાત્રામાં આ વખતે કયા પ્રકારના આકર્ષણો હશે? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next