Advertisement

ભાવનગર બાર એસોસિએશન દ્વારા જીલ્લા અને સેશન્સ કોર્ટ બિલ્ડીંગને અન્યત્ર ફેરવવા રજૂઆત

09:21 AM Jul 03, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

Last Updated on July 23, 2019 by Alap Ramani

ભાવનગર બાર એસોસિએશન દ્વારા ભાવનગરના હાઈકોર્ટ રોડ પર આવેલી વર્ષો જૂની અને સાંકડી જીલ્લા અને સેશન્સ કોર્ટ બિલ્ડીંગને અન્યત્ર ફેરવવા માટે જરૂરી જમીન માટે કલેકટરને રજૂઆત કરી હતી. નવા બિલ્ડીંગમાં કોર્ટ કાર્યરત કરવા માટે સીદસર ખાતેની સર્વે નં.23ની જમીનની ફાળવણી કરવા બાબતે જીલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

સીદસરની સર્વે નં.23ની જમીન કે જે કોર્ટ સંકુલ માટે યોગ્ય હોય અને જેને કોઈ ખાનગી કંપનીને આપવાની વાત ચાલતી હોય ત્યારે સરકારી પર્પઝ માટે આ જમીન માટે કોર્ટ સંકુલ બાબતે અગત્યતા આપી આ જમીનની ફાળવણી નવા કોર્ટ સંકુલ માટે કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં બાર એસોસિએશનના વકીલો કલેકટરને આ બાબતે રજૂઆત કરી હતી.

The post ભાવનગર બાર એસોસિએશન દ્વારા જીલ્લા અને સેશન્સ કોર્ટ બિલ્ડીંગને અન્યત્ર ફેરવવા રજૂઆત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next