Advertisement

ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર : 44 ડિગ્રી તાપમાન

09:11 PM May 03, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભાવનગર શહેર ગુજરાતમાં સૌથી ગરમ શહેર બની રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર શહેર ગરમીના તીવ્ર મોજામાં સપડાયું છે. આજે પણ સતત ત્રીજા દિવસે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે હિટવેવ જેવી સ્થિતિ છે.

ગરમીમાંથી રાહત મેળવવા લોકો બપોરના સમયે ઘર કે ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે શ્રમિકો બગીચાઓમાં ટાઢે કે ઝાડના છાંયડાનો સહારો લઈ રહ્યા છે. જો કે આજે થોડો પવન ફૂંકતા ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી. દિવસેને દિવસે વધી રહેલા તાપમાનના કારણે લોકોમાં લૂ લાગવાના કે સનસ્ટ્રોકના બનાવો વધવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે ભાવનગર જીલ્લામાં અત્યાર સુધીમાં લૂ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થઈ ચુક્યા છે. નગરજનો ગરમીમાં ઠંડક માટે આઈસ્ક્રીમ, ઠંડાપીણા,  ફ્રુટ જ્યુસ, છાશ, લીંબુનું શરબત લેતા જોવા મળે છે. તો પશુ પંખી પણ તેમની રીતે તડકો અને ગરમીથી બચવા માટેના પ્રયાસો કરતા નજરે પડી રહ્યાં છે.

CRICKET.GSTV.IN

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Advertisement

The post ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર : 44 ડિગ્રી તાપમાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next