Advertisement

મનપા એક્શન મોડમાં, રાજ્યના આ શહેરમાં માત્ર એક જ માસમાં વેરો નહીં ભરનારી 400થી પણ વધુ મિલ્કતો સીલ

08:53 AM Oct 25, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

છેલ્લાં કેટલાંક વર્ષથી ભાવનગર મહાપાલિકા દ્વારા નિયમિત કરદાતાઓ માટે રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે તેથી કરદાતાઓને ફાયદો થતો હોય છે અને મહાપાલિકાને વેરાની આવક પણ સારી થતી હોય છે. ચાલુ વર્ષે પણ ભાવનગર મહાનગરપાલિકાને રીબેટ યોજના ફળી હતી અને મહાપાલિકાની તીજોરી છલકાય હતી. રીબેટ યોજનામાં પણ વેરો નહીં ભરનારની મહાપાલિકાએ મિલ્કત જપ્તી હાથ ધરી છે. છેલ્લાં એક માસમાં કેટલીક મિલ્કતોને સીલ મારવામાં આવ્યા છે અને કેટલાક મિલ્કત ધારકો પાસેથી વેરો વસુલવામાં આવ્યો છે.

આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ જ રહેશે

ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા આશરે છેલ્લા એક માસથી વેરો નહી ભરનારની મિલ્કત જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના માટે ત્રણ ઝોનના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧ લાખથી વધુનો વેરો નહી ભરનાર આશરે ૪૦ર મિલ્કતને સીલ કરવામાં આવી છે અને આશરે રૂ. ૧,૧૯,૩૬,૯૭૮ની રિકવરી કરવામાં આવી હોવાનું ઘરવેરા વિભાગના અધિકારીએ જણાવેલ છે, જેમાં મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનનો સમાવેશ થાય છે. મહાપાલિકા દ્વારા મિલ્કત જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવતા વેરો નહીં ભરનાર મિલ્કત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે ત્યારે બાકી મિલ્કત ધારકોએ વેરો ભરવો જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે એપ્રિલ માસમાં ૧૦ ટકા રીબેટ યોજના નિયમિત વેરો ભરતા કરદાતાઓ માટે અમલમાં લાવવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે વધુ બે માસ ૧૦ ટકા રીબેટ યોજના લંબાવવામાં આવી હતી. ત્રણ માસમાં મહાપાલિકાને વેરાની આશરે રૂ. ૭૭.૦પ કરોડની આવક થઈ હતી. ૧૦ ટકા રીબેટ યોજનાના પગલે વેરો ભરવા મહાપાલિકામાં કરદાતાઓની કતાર લાગતી હતી અને ઓનલાઈન પણ ઘણા કરદાતાઓ વેરો ભરતા હતાં.

રીબેટ યોજનાથી મહાપાલિકા અને કરદાતા બંનેને ફાયદો થયો છે. જુન માસના અંતમાં ૧૦ ટકા રીબેટ યોજના પૂર્ણ થઈ હતી અને ગત ૧ જુલાઈથી પ ટકા રીબેટ યોજના શરૂ થઈ હતી. પ ટકા રીબેટ યોજનામાં એક માસમાં પ૯૪૦ કરદાતાએ આશરે રૂ. ૪.ર૭ કરોડનો વેરો ભર્યો હતો. ઓનલાઈન વેરો ભરનારને વધુ ર ટકા મળતા હોવાથી ૧૯પ૦ કરદાતાએ ઓનલાઈન આશરે રૂ. ૧.૩પ કરોડનો વેરો ભર્યો હતો. ૩ માસ ૧૦ ટકા અને ૧ માસ પ ટકા રીબેટ યોજનામાં મહાપાલિકાને આશરે ૭૭.૦પ કરોડની આવક થઈ છે અને આશરે ૧,૪૧,પ૦૦ કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લીધો હતો.

મિલ્કત ધારકોએ જપ્તીથી બચવા વેરો ભરવો જરૂરી 

Advertisement

ભાવનગર શહેરના લોકો નિયમીત વેરો ભરે તે માટે મહાપાલિકા દ્વારા રીબેટ યોજના આપવામાં આવે છે પરંતુ તેમ છતા ઘણા મિલ્કત ધારકો વેરો ભરતા નથી અને ત્યારબાદ મહાપાલિકા મિલ્કત જપ્ત કરતી હોય છે. મિલ્કત જપ્ત થાય ત્યારે મિલ્કત ધારકોમાં રોષ જોવા મળતો હોય છે. મિલ્કત ધારકોએ જપ્તીથી બચવા માટે વેરો નિયમીત ભરવો જરૂરી છે તેમ મનપાના અધિકારીએ જણાવેલ છે. મહાપાલિકાએ પણ વાંધા અરજીનો ઝડપી નિકાલ કરવો જરૂરી છે. વાંધા દુર થાય તો કેટલાક મિલ્કત ધારકો વેરો ભરવા તૈયાર હોય છે તેમ જાણવા મળેલ છે.

READ ALSO :

The post મનપા એક્શન મોડમાં, રાજ્યના આ શહેરમાં માત્ર એક જ માસમાં વેરો નહીં ભરનારી 400થી પણ વધુ મિલ્કતો સીલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next