Advertisement

દિવાળીમાં મંદીનો માર / મને-કમને ઉજવવા પડશે તહેવારો, બજારોમાં ભીડના નામે ઉડ્યા કાગડા

10:16 PM Oct 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

દિવાળીના દીવડાના ઝગમગાટની પાછળ મોંઘવારીનું અંધારું પણ ટાંપીને જ બેઠું છે. ઉત્સવપ્રિય ભાવનગરના નાગરિકોને આ વર્ષે દિવાળીના તહેવારોમાં મને-કમને તહેવારો ઉજવવા પડશે. કેમકે આ વર્ષે જે રીતે મોંઘવારીએ માઝા મૂકી છે તેને લઈને ઉત્સવો ઉજવવામાં તકલીફો પડે તેવી સ્થિતી છે

“આ વખતે ખાલી છોકરાઆેના જ કપડા લઈશું”

“મેં તો હમણાં જ લીધેલા છે એ ચાલશે”

“હું પણ ગયા વર્ષે લીધેલા કપડાથી ચલાવી લઈશ”

Advertisement

“મોટા ફટાકડાથી બાળકો દાજી જાય માટે નાના અને થોડા જ ફટાકડા લાવજો”

આ સંવાદો વેદના છે સામાન્ય લોકોના અંતરમનની. બહાર ન આવવા દેતા સામાન્ય લોકો અંદરથી તો ઉત્સવ ઉજવવા માંગતા હોય છે. પણ મોંઘવારી નામની ડાયન તેમના ઉત્સવની પથારી ફેરવી રહી છે. છેલ્લા બે વર્ષોમાં કોરોના કહેર વચ્ચે લોકો તહેવારો ઉજવી શક્યા ના હતા. આ વર્ષે સરકારે ઉત્સવો ઉજવવા માટે મંજુરી તો આપી છે. પણ સામે મોંઘવારી આસમાને પહોંચતા લોકોની ઇચ્છા ધોવાઇ ગઇ છે.  પેટ્રોલ, ડીઝલ મોંઘા થતા કોઇ એવી ચીજ નથી જે મોંઘી ન થઇ હોય.

તહેવારો નજીક હોવા છતાં લોકોને તહેવારની ખરીદી કોઇ રસ દેખાતો નથી. ભાવનગરની મુખ્ય બજારમાં દિવાળીના દિવસોમાં હૈયે હૈયું દળાય તેવી માનવ મેદની હોય છે. જેની સામે આ વખતે બજારોમાં ખૂબજ ઓછી ભીડ જોવા મળી રહી છે. બજારોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે. પરંતુ આ વર્ષે મોંઘવારી નામનો વિસ્ફોટ ફટાકડા કરતા પણ પ્રચંડ છે જેના કારણે સામાન્ય અને ગરીબ લોકો માટે તહેવારો હવે માત્ર નામના બચ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post દિવાળીમાં મંદીનો માર / મને-કમને ઉજવવા પડશે તહેવારો, બજારોમાં ભીડના નામે ઉડ્યા કાગડા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next