Advertisement

લાચારી / વરસાદ શું ખેંચાયો ગૌવંશના અસ્તિત્વ સામે ઉભો થયો ખતરો, ગૌશાળા-પાંજરાપોળમાં ઉભી થઇ ધાસચારાની તિવ્ર અછત

08:18 PM Aug 27, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

બનાસકાંઠા જીલ્લા સહિત સરહદી વિસ્તારમાં વરસાદ ખેંચાઇ જતાં ભાભર તાલુકામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અહીંની ગૌશાળા અને પાંજરાપોળમાં ધાસચારાની તિવ્ર અછત ઉભી થતાં હજારો જીવોનો નિભાવ કઠિન બન્યો છે.

ભાભરની પાંજરાપોળમાં 1500 જેટલા અબોલ પશુઓનો નિભાવ કરવામા આવે છે. પરંતુ, હાલમાં પશુધનની સ્થિતી દયનીય બની ગઇ છે. પાંજરાપોળ સંચાલકો ખૂબજ મુશ્કેલભરી પરિસ્થિતીમાં પસાર થઇ રહ્યા છે. કેમકે, બે વર્ષ થી કોરોનાની મહામારીના કારણે પાંજરાપોળ સાથે ગૌશાળાને દાતાઓ તરફથી મળતું દાન બંધ થતાં પાંજરાપોળની હાલત કફોડી બની ગઇ છે. તેમાં પણ આ વર્ષે ખેંચાયેલા વરસાદથી પડયા પર પાટુ લાગ્યા જેવી સ્થિતી સર્જાઇ છે.

પશુઓના નિભાવ માટે જરૂરી ઘાસચારાનો ભાવ બમણો થઈ જતાં મુંગા પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે… જેથી ભાભર પાંજરાપોળના ટ્રસ્ટીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે..

આવી જ કંઇક સ્થિતી  ભાભરની જલારામ ગૌશાળાની પણ છે. અહીં 9 હજારથી પણ વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. આ ગૌશાળામાં બીમાર ગાયોની સારવાર પણ કરવામાં આવે. જલારામ ગૌશાળામાં ગૌ હોસ્પિટલમાં ગાયોના કેન્સર તેમજ ફેક્ચરના ઓપરેશન સાથે સારવાર કરવામાં આવે છે. જેથી ગાયોની સારવાર માટે દવાઓનો હજારો રૂપિયાનો ખર્ચ પણ થાય છે. પરંતુ, હવે દાતાઓ તરફથી મળતું દાન બંધ થતાં જલારામ ગૌશાળાની હાલત દયનિય બનતા ટ્રસ્ટીઓ પશુધનને બચાવવા લાચાર બન્યા છે.

Advertisement

આમ તો, આપણે ત્યાં ગાયોને લઇને મોટા મોટા વાયદા વચનો અપાતા હોય છે. પરંતુ પશુધનની હાલત વાસ્તવમાં દયનીય છે. ત્યારે તંત્ર તરફથી આવી ગૌશાળાઓને શું મદદ કરાશે તે પ્રશ્ન છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post લાચારી / વરસાદ શું ખેંચાયો ગૌવંશના અસ્તિત્વ સામે ઉભો થયો ખતરો, ગૌશાળા-પાંજરાપોળમાં ઉભી થઇ ધાસચારાની તિવ્ર અછત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next