Advertisement

Tokyo Paralympics / ટોક્યો પેરાલિમ્પિક્સમાં રહ્યુ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 5 ગોલ્ડ મેડલ સાથે રચ્યો એક નવો ઇતિહાસ

05:43 PM Sep 05, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

હાલ ભારતીય ખેલાડીઓએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલો જીતીને દેશમાં એક નવા ઇતિહાસની રચના કરી હતી. હાલ મેડલની સંખ્યા 19 સુધી પહોંચી હતી. આ આપણા દેશનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. હાલ ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ જીત્યા હતા અને ટોચના ૨૫ દેશોમાં સ્થાન મેળવ્યું. છેલ્લે રિયો ગેમ્સમાં આપણા દેશને ફક્ત ચાર મેડલ જ મળ્યા હતા. વર્ષ1972 માં પહેલી વાર ભારતે પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો હતો.

વર્ષ 1972 થી અત્યાર સુધીમાં ભારતે કુલ 12 જેટલા મેડલ મેળવ્યા હતા. કૃષ્ણા નાગરે ફાઇનલમાં હોંગકોંગના ખેલાડીને હરાવીને ભારતને ટોક્યો પેરાલિમ્પિક બેડમિન્ટન ઈવેન્ટમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. આ પહેલા ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન પ્રમોદ ભગતે ફાઈનલમાં બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને મેન્સ સિંગલ્સ એસએલ3 કેટેગરીમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો. 1972થી 2016 સુધી તેના પ્રથમ પેરાલિમ્પિક્સથી લઈને ભારતે 12 મેડલ જીત્યા હતા.

ભાવનાબેન પટેલ પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. પેરાલિમ્પિક્સના અંતિમ સમારોહ દરમિયાન શૂટર અવની લેખરા ભારતીય ટુકડીની ધ્વજવાહક હશે. 19 વર્ષીય શૂટરે શુક્રવારે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન એસએચ1 બ્રોન્ઝ મેડલ જીતતા પહેલા સોમવારે મહિલા આર-2 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલ વિજેતા લોકોની સંપૂર્ણ યાદી :

અવની લેખરા – ગોલ્ડ – મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ1

Advertisement

પ્રમોદ ભગત – ગોલ્ડ – મેન્સ સિંગલ્સ એસએલ3 બેડમિન્ટન

કૃષ્ણા નાગર – ગોલ્ડ – મેન્સ સિંગલ્સ એસએચ6 બેડમિન્ટન

સુમિત અંતિલ – ગોલ્ડ – પુરુષોની ભાલાફેંક એફ 64

મનીષ નરવાલ – ગોલ્ડ – મિક્સ 50 મીટર પિસ્તોલ એસએચ1

ભાવનાબેન પટેલ – સિલ્વર – વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 ટેબલ ટેનિસ

સિંહરાજ – સિલ્વર – મિક્સ 50 મીટર પિસ્તોલ એસએચ1

યોગેશ કથુનિયા – સિલ્વર – મેન્સ ડિસ્કસ એફ 56

નિશાદ કુમાર – સિલ્વર – મેન્સ હાઈ જમ્પ ટી47

મેરિયપ્પન થાંગાવેલુ – સિલ્વર – મેન્સ હાઈ જમ્પ ટી63

પ્રવીણ કુમાર – સિલ્વર – મેન્સ હાઈ જમ્પ ટી64

દેવેન્દ્ર ઝાઝરિયા – સિલ્વર – પુરુષોની ભાલા રમત એફ 46

સુહાસ યતિરાજ – સિલ્વર – મેન્સ સિંગલ્સ બેડમિન્ટન એસએલ4

અવની લેખારા – બ્રોન્ઝ – મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન એસએચ1

હરવિંદર સિંહ – બ્રોન્ઝ – મેન્સ પર્સનલ રિકર્વ આર્ચરી

શરદ કુમાર- બ્રોન્ઝ – મેન્સ હાઈ જમ્પ ટી63

સુંદર સિંહ ગુર્જર – બ્રોન્ઝ – મેન્સ સ્પીયર થ્રો એફ 46

મનોજ સરકાર – બ્રોન્ઝ – મેન્સ સિંગલ્સ બેડમિન્ટન એસએલ3

સિંઘરાજ – બ્રોન્ઝ – મેન્સ 10 મીટર એર પિસ્તોલ એસએચ1

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને મળેલા મેડલ :

એથ્લેટિક્સ – 8, શૂટિંગ – 5, બેડમિન્ટન – 4, આર્ચરી – 1 અને ટેબલ ટેનિસ – 1

Read Also

The post Tokyo Paralympics / ટોક્યો પેરાલિમ્પિક્સમાં રહ્યુ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 5 ગોલ્ડ મેડલ સાથે રચ્યો એક નવો ઇતિહાસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next