Advertisement

Bell Bottom Review : અક્ષય કુમારનો વધુ એક થ્રિલર ધમાકો, દર્શકોને ફરી થિયેટરમાં જવા મજબૂર કરશે ‘બેલ બોટમ’

11:09 AM Aug 19, 2021 | Bansari |
Advertisement

GSTV

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની (Akshay Kumar) નવી ફિલ્મ બેલ બોટમ (Bell Bottom)થી દર્શકોને ઘણી આશાઓ હતી અને આ ફિલ્મ તે તમામ આશાઓ પર ખરી ઉતરી છે. કોરોના વાયરસ બાદ સિનેમાઘરો ખુલવા માટે તૈયાર છે પરંતુ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવા માટે જે ફિલ્મની જરૂર છે, તે અક્ષય કુમારની બેલ બોટમ સાબિત થશે. ફિલ્મ બેલ બોટમનું ટ્રેલર ખૂબ જ ધમાકેદાર હતું અને ફિલ્મ તેનાથી પણ મજેદાર છે.

ફરી એકવાર રોમાંચક કહાની લાવ્યો અક્ષય કુમાર

ફિલ્મ બેલ બોટમ એકદમ ક્રીસ્પ ફિલ્મ છે, જે એક ક્ષણ માટે તમારી નજર સ્ક્રીન પરથી હટવા નહીં દે. ડાયરેક્ટર રંજીત તિવારીએ ઉમદા કામ કર્યુ છે. તેમની પાસેથી આવી જ ફાસ્ટ પેસ્ડ ફિલ્મની આશા હતી, જે દર્શકોને હલવાનો મોકો ન આપે અને તે તેમાં સફળ રહ્યાં છે.

કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમાર પોતાના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે. દેશભક્તિની ફિલ્મોમાં તેની એક્ટિંગ વધુ નિખરીને સામે આવે છે. રૉના ખૂફિયા એજન્ટીની ભૂમિકામાં તેણે કમાલનું કામ કર્યુ છે. સીરિયસ હોવા છતાં પણ તેણે પોતાના જ અંદાજમાં દર્શકોને ખૂબ હસાવ્યા છે. અક્ષય કુમારે રોમાંચથી ભરપૂર ફિલ્મને પોતાની કોમેડીથી ક્યાંય બોરિંગ બનવા નથી દીધી.

અન્ય સ્ટારકાસ્ટનું ઉમદા કામ

અક્ષય કુમાર ઉપરાંત વાણી કપૂર, લારા દત્તા, આદિલ હુસેન અને હુમા કુરેશીનું કામ પણ ઉમદા છે. આ કલાકારો ઉપરાંત બેલ બોટમની સપોર્ટિંગ સ્ટારકાસ્ટે પણ કમાલનું કામ કર્યુ છે.

Advertisement

ફિલ્મની એડિટિંગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક કમાલનું છે. ફ્લેશબેક અને પ્રેઝેંટમાં ઝૂલતી આ ફિલ્મે એકવાર પણ કન્ફ્યુઝ નથી કર્યા. જ્યાં જ્યાં અક્ષય કુમાર અને તેની ટીમને સ્વેગની જરૂર હતી, બેલ બોટમના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે પોતાનુ કામ ઉમદા રીતે કર્યુ છે. બેલ બોટમની ટ્યુન થિયેટરથી નીકળીને સીધી મગજમાં રહી જાય છે.

Read Also

The post Bell Bottom Review : અક્ષય કુમારનો વધુ એક થ્રિલર ધમાકો, દર્શકોને ફરી થિયેટરમાં જવા મજબૂર કરશે ‘બેલ બોટમ’ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next