Advertisement

વાલીઓ સાવધાન / માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ભૂલથી પણ તમારા બાળક સાથે આવું ના થાય નહીં તો…

09:50 AM Sep 07, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા ખાતે ચાર વર્ષની બહેને રમત-રમતમાં બે વર્ષના નાના ભાઈને એસિડ પીવડાવી દીધુ છે. જ્યાર બાદ બાળકને તાત્કાલીક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. જ્યાં બાળકની તબિયત સુધારા પર છે. પાંડેસરાના શાંતિનગર સોસાયટી ખાતે બે વર્ષના માસુમ બાળક પ્રિન્સની માતા બજારમાં ઘઈ હતી. તે સમયે પોતાના નાના ભાઈને મોટી બહેને પાણી સમજી ભૂલમાં એસિડ પીવડાવી દીધું હતું. જે બાદ તે બાળકને 108 એમબ્યુલન્સ મારફતે સુરત સિવિલ ખસેડાયું અને બાળકની તબિયત સુધારા પર છે.

અગાઉ ઓનલાઇન અભ્યાસ કરતી દીકરી ચડી ગઇ હતી અવળે રવાડે

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ અગાઉ પણ માતા-પિતાને ચેતવનાર એક લાલબત્તી સમાન કિસ્સો આવ્યો હતો. મહત્વનું છે કે, કેટલાંક વિદ્યાર્થીઓનું ઓનલાઇન અભ્યાસના કારણે ફોકસ પણ બીજી જગ્યાએ જતું રહે છે. ક્યારેક તો બાળકોને ભણવામાં બિલકુલ ધ્યાન પણ નથી રહેતું. એટલે કે બાળકો ઓનલાઇન અભ્યાસના બહાને ક્યારેક અવરે રવાડે પણ ચડી જતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે જે તમામ વાલીઓની આંખ ઉઘડી જાય એવો કિસ્સો છે.

માતા-પિતાએ ધ્યાન આપતા બાદમાં પસ્તાવાનો વારો

અમદાવાદનો આ કિસ્સો સૌ કોઇ વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. 15 વર્ષની સગીરા ઓનલાઈન અભ્યાસ કરતી વેળાએ એવાં રવાડે ચઢી ગઇ કે તેને કાઉન્સેલિંગની મદદની જરૂર પડી ગઇ. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા પરિવારના એક 15 વર્ષની દીકરી કોરોનાના કારણે ઓનલાઈન અભ્યાસ કરતી હતી. તે પોતાના રૂમમાં એકલી બેસીને ઓનલાઈન અભ્યાસ કરતી હતી. એ દરમ્યાન તેના માતા-પિતાએ ધ્યાન ન હોતું આપ્યું કે, પોતાની દીકરી શું કરી રહી છે. જેના કારણે બાદમાં તેમને પસ્તાવાનો વારો આવ્યો છે.

સગીરા એવી ખરાબ લતે ચડી ગઇ કે તેને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ન્યૂડ વીડિયો મૂકવાના શરૂ કરી દીધાં

15 વર્ષની આ સગીરાને ઓનલાઇન અભ્યાસ તરફથી એવી ખરાબ લત ચડી ગઇ કે તે પોતે અભ્યાસથી દૂર રહીને પોતાના શરીરના ગુપ્ત ભાગના ફોટો પાડવા લાગી. ધીરે-ધીરે તેને આ આદતની એટલી બધી લત પડી ગઇ કે તેને ન્યૂડ વીડિયો બનાવવાની આદત પડી ગઇ. એટલેથી ના અટક્યું તો તેને પોતાના વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું. બાદમાં તેની પોસ્ટ પર ગંદી કોમેન્ટો શરૂ થવા લાગી. જો કે, આ સગીરાને આ કામમાં વધારે મજા આવવા લાગી હતી.

માતા-પિતાને કેવી રીતે આ ઘટનાની જાણ થઇ?

Advertisement

એક દિવસ સગીરાએ પોતાના માસીની દીકરીને આ સગીરાએ પોતાના શોખ વિશે વાત કરી ત્યારે તે આ વાત જાણીને ચોંકી ઉઠી હતી. આથી તેણે તેના માતાપિતાને વાત કરી દીધી. બાદમાં આ સગીરાની હરકતો જાણીને માતા-પિતા પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post વાલીઓ સાવધાન / માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ભૂલથી પણ તમારા બાળક સાથે આવું ના થાય નહીં તો… appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next