Advertisement

સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ

11:36 PM Oct 21, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી મોટા પાયા પર ચાલતું કુટણખાનું ઝડપાયું. હાલ પીસીબી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં યેન કેન પ્રકારે દારૂ ઘૂસાડવાના બુટલેગરોના મનસુબા પર પોલીસ પાણી ફેરવી રહી છે. ત્યારે પોલીસે વાઘોડિયા રોડ પર ચાલતા રંગરેલીયાના સામ્રાજ્ય પકડી પાડ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.

હાલ પોલીસે ઘટના સ્થળે છાપો મારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના વાઘોડિયા વિસ્તારમાં સનરાઇઝ કોમ્પલેક્ષ આવેલું છે. સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા નામની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી પીસીબીને મળી હતી. પોલીસે બાતમીના આધારે જગ્યા પર છાપો મારતા  ચોંકી ઉઠી હતી.

ઘટના સ્થળ પરથી 7 યુવતિઓ અને ત્રણ ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક વિગતો પ્રમાણે, કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરાવવામાં આવતું હતું. પીસીબીએ યુવતિઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું. કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. સહિતના મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. દરોડા બાદ તમામ આરોપીને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next