Advertisement

વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભારે પવન સાથે ચાર ઇંચ વરસાદ ખાબક્યો, આ વિસ્તારોમાં જળબંબાકાર

01:03 PM Sep 11, 2021 | Bansari |
Advertisement

GSTV

વડોદરા શહેરમાં ગત રાત્રે ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી શહેરનાં લાલબાગ બ્રિજ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. રાત્રીનાં વરસાદી પાણી હજુ કલાકો સુધી નથી ઓસર્યા. જે આજે પણ રાજમહેલ રોડ પર આવેલા કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યાં હતા. જેથી પાણી ભરાતાં વાહનચાલકો અટવાયા હતા. જ્યાં મનપા તંત્ર દ્વારા એક તરફનો માર્ગ બંધ કરવામાં આવતા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કાશી વિશ્વનાથ મંદિરમાં પણ પાણી ભરાતા ભક્તોને દર્શન કરવું મુશ્કેલ બન્યું હતું.

આટલાદરાનું તળાવ છલકાતા અને કાંસનું પાણી અટકી જતા લોકોના ઘરોમાં પાણી ભરાયા

વડોદરા શહેર માં ગઈકાલે સાંજથી શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવાર સુધી ચાલુ રહેતા વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા વડોદરાના આટલાદરા વિસ્તારનું તળાવ છલકાતા અને વરસાદી કાંસનું પાણી આગળ નહીં જતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

વડોદરાના અટલાદરા ગામમાં પાણી ભરાવવાના કારણે ગામમાં જવાનો રસ્તો બંધ થયો હતો.લોકોને પાણીમાંથી અવર જવર કરવાની ફરજ પડી હતી.વરસાદી કાંસ બંધ થતાં અને અટલાદરા વિસ્તારનું તળાવ ઓવરફલો થતાં મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા એટલું જ નહીં વિવિધ સોસાયટીઓ અને વસાહતોના મકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા.

સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં જ્યારે પણ ભારે વરસાદ પડતો હતો ત્યારે પાણી ભરાતું ન હતું હવે થોડાક વરસાદમાં પાણી ભરાય જાય છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં લોકોના ઘરમાં પાણી ભરાઇ જતા આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Read Also

Advertisement

The post વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભારે પવન સાથે ચાર ઇંચ વરસાદ ખાબક્યો, આ વિસ્તારોમાં જળબંબાકાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next