Advertisement

ચોંકાવનારુ: વડોદરામાં અભ્યાસ અર્થે આવેલી યુવતી બની દુષ્કર્મનો ભોગ, વાસના ભૂખ્યા વરૂઓએ મારઝૂડ કરીને પીંખી નાખી!

07:46 PM Sep 20, 2021 | pratik shah |
Advertisement

GSTV

રાજ્યના વડોદરા શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરની ખાનગી યુનિવર્સીટીમાં એલએલબીના અભ્યાસ માટે આવેલી યુવતી દુષ્કર્મનો ભોગ બની છે..સીએ કંપનીના માલિક અને જમીન લે વેચ કરતા ઇન્વેસ્ટરે મળી યુવતીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું…જે બાદ ગોત્રી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, મારઝૂડ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમીનમાં 50 ટકાની ભાગીદાર બનાવી નવી કંપનીમાં CEO બનવવાની લાલચ આપી

આરોપીઓએ પીડિતાને ફરિયાદ નહીં કરવા માટે જમીનમાં 50 ટકાની ભાગીદાર બનાવી નવી કંપનીમાં CEO બનવવાની લાલચ આપી હતી..સીએ કંપનીના માલિકે દુષ્કર્મ આચાર્યા બાદ અન્ય ઇન્વેસ્ટર સાથે શારીરિક સંબંધ બાંધવા પણ યુવતીને ધાક ધમકી આપતો હતો.

યુવતીના ફ્લેટમાં એસીની પાછળ હિડન કેમેરો લગાવી રેકોર્ડિંગ કરી

એટલું જ નહીં સીએ કંપનીના માલિકે યુવતીના ફ્લેટમાં એસીની પાછળ હિડન કેમેરો લગાવી રેકોર્ડિંગ કરી યુવતીને બ્લેકમેઇલ પણ કરતો હતો સીએ કંપનીના માલિક અને જમીન લે વેચ કરતા ઇન્વેસ્ટરે બીભત્સ ફોટો અને વિડીયો રેકોર્ડિંગ પીડિતાના મિત્રોને મોકલી વાયરલ કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

READ ALSO

Advertisement

The post ચોંકાવનારુ: વડોદરામાં અભ્યાસ અર્થે આવેલી યુવતી બની દુષ્કર્મનો ભોગ, વાસના ભૂખ્યા વરૂઓએ મારઝૂડ કરીને પીંખી નાખી! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next