Advertisement

ચહેરાની કમાલ: રાજકોટમાં ઠેર ઠેર રૂપાણીના પોસ્ટર હટાવી ભૂપેન્દ્ર પટેલના લગાવ્યા, સડી ગયેલા ભાજપના ઝંડા બદલવાનો કોઈને વિચાર ન આવ્યો

08:59 AM Sep 16, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના તેમના હોમટાઉનમાં લત્તે લત્તે વિશાળ કદના બેનર્સ, પોસ્ટર્સ ઠેરઠેર લગાવાયા હતા, જે તેમણે રાજીનામુ આપ્યા પછી પણ યથાવત હતા, પરંતુ ગઈકાલે નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજકોટ મુલાકાત ગોઠવાતા તેમના રૂટ પરથી આ પોસ્ટર્સ વગેરે તાત્કાલિક હટાવીને ત્યાં નવા મુખ્યમંત્રીના ફોટા સાથેના પોસ્ટર્સ  લગાવી દેવાયા હતા.આ માટે ભાજપની સૂચના અન્વયે તંત્રે કવાયત હાથ ધરી હતી.

સર્કિટહાઉસ, એરપોર્ટ, કલેક્ટર કચેરી, રેસકોર્સ સહિતના માર્ગો કે જ્યાં નવા મુખ્યમંત્રી આવ્યા હતા, તે માર્ગો પર તાબડતોબ બેનર્સ ,પોસ્ટર્સે રદ કરીને મોદી, શાહ,પાટિલના ફોટા નીચે વિશાળ કદનો ભુપેન્દ્ર ફોટો મુકીને ‘નેતૃત્વનો આભાર…’શબ્દો લખેલ નવા જ તોતિંગ કદના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

નેતાઓના વિશાળ કદના ફોટામાં લગાડીને સ્વપ્રશસ્તિનો આ ક્રેઝ ઈ.સ.૨૦૦૦થી રાજકોટમાં સતત વધતો ગયો છે. આજે નવા મુખ્યમંત્રીના ફોટા સાથે બેનર્સ લગાડવામાં તો ભાજપે રસ લીધો પરંતુ, ભાજપના કોઈ નેતાએ શહેરમાં ગંદા, મેલા, ધૂળધાણી થયેલા ભારતીય જનતા પક્ષના ઝંડાઓ સામે હજુ નજર જ નથી માંડી અને આ ઝંડા આજે પણ જર્જરિત હાલતમાં નજરે પડયા હતા. જાણે કે પક્ષમાં નહીં, માત્ર નેતાઓમાં રસ હોય તેવો પ્રચાર જોવા મળ્યો હતો. 

જો કે ટાગોરરોડ સહિતના કેટલાક માર્ગો પર હજુ પણ જુના મુખ્યમંત્રીના બેનર્સ જારી રખાયા હતા. હેમુ ગઢવી હોલનું સંચાલન સોંપાયું છે તે સંસ્થાએ નવીનીકરણના ઉદ્ધાટનની આજે જારી કરાયેલી આમંત્રણ પત્રિકામાં હજુ વિજય રૂપાણીને જ મુખ્યમંત્રી તરીકે દર્શાવ્યા છે અને તેમની હાજરીમાં કાર્યક્રમ યોજાયો છે. 

Advertisement

READ ALSO

The post ચહેરાની કમાલ: રાજકોટમાં ઠેર ઠેર રૂપાણીના પોસ્ટર હટાવી ભૂપેન્દ્ર પટેલના લગાવ્યા, સડી ગયેલા ભાજપના ઝંડા બદલવાનો કોઈને વિચાર ન આવ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next