Advertisement

કોરોના વિશે જ્ઞાન આપવા ભગવાન રામ ખુદ ધરતી પર અવતર્યા, રામની સાથે ભગવાન કૃષ્ણ અને હનુમાન પણ જોડાયા

06:37 PM Apr 21, 2021 | Bansari
Advertisement

GSTV

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રામનવમીના અવસર પર લોકોમાં કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા ખુદ ભગવાન રામે રસ્તા પર ઉતરવું પડ્યું હતું. માસ્ક સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનો સંદેશો પાઠવવા ભગવાન રામની સાથે ભગવાન કૃષ્ણ અને હનુમાનજી પણ જોવા મળ્યા હતા.

બેંગલુરૂની એક હોટેલમાં કામ કરતા અભિષેક, નવીન અને બાશાએ રામનવમીના દિવસે લોકોને જાગૃત કરવા અનોખો આઈડિયા વાપર્યો હતો. ત્રણેય મિત્રો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીનો વેશ ધરીને લોકો વચ્ચે નીકળી પડ્યા હતા. તેમણે માસ્કનો જથ્થો પણ પોતાના સાથે રાખ્યો હતો અને માસ્ક વગર નીકળ્યા હોય તે લોકોને માસ્ક પહેરાવ્યા હતા.

હાથમાં ધનુષ, માથા પર મુગટ અને મોઢા પર માસ્ક પહેરીને નીકળેલા ત્રણેય ભગવાન રસ્તાથી લઈને બસ સ્ટોપ અને દુકાનોમાં ફર્યા હતા અને લોકોને જાગૃત કર્યા હતા.

દેશમાં કોરોનાની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 2,94,115 સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. આ પણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા સંક્રમિતોનો સૌથી ઉંચો આંકડો છે. જ્યારે 2020 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ લોકોની સંખ્યા 1,56,09,004 છે. હાલ દેશમાં 21,50,119 દર્દીઓ સારવાર અંતર્ગત છે જે કુલ સંક્રમિતોની સંખ્યાના 13.8 ટકા જેટલા છે.

Read Also

Advertisement

The post કોરોના વિશે જ્ઞાન આપવા ભગવાન રામ ખુદ ધરતી પર અવતર્યા, રામની સાથે ભગવાન કૃષ્ણ અને હનુમાન પણ જોડાયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next