Advertisement

મુશ્કેલી વધી / ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું બાંગ્લાદેશ, આ છે કારણ

09:32 PM Sep 20, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

બાંગ્લાદેશે યુનાઇટેડ નેશન્સ (યુએન)ને અપીલ કરી છે કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં દરિયાઇ સીમાને લઇને ભારત સાથે દાયકાઓ જૂના વિવાદનો ઉકેલ લાવવામાં આવે. વિદેશ મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા અનુસાર યુએન હેડક્વાર્ટરમાં બાંગ્લાદેશના કાયમી મિશનએ યુએન સેક્રેટરી જનરલ સમક્ષ ભારત વિરુદ્ધ બે અપીલ દાખલ કરી છે. બાંગ્લાદેશના પૂર્વ વિદેશ સચિવ શાહિદુલ હકે એનાડોલુ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વિવાદ બંને દેશો વચ્ચે ઘણા વર્ષોથી લટકેલો છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે ડઝનેક દ્વિપક્ષીય બેઠકો પણ થઈ છે પરંતુ તેઓ આ મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે.

હકે વધુમાં જણાવ્યું કે હવે બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં જવાનો નિર્ણય કર્યો છે અને અમને આશા છે કે યુએન આ મુદ્દાનો કાયમી ઉકેલ શોધી શકશે. તેમણે એમ પણ જણાવ્યું કે બાંગ્લાદેશે યુએનમાં અરજી દાખલ કરવાની સાથે જ પોતાની ભૂમિકા ભજવી છે. નોંધપાત્ર બાબત એ છે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને બાંગ્લાદેશ દ્વારા નક્કી કરેલી બેઝલાઇન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ઢાકા વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર અને રાજદ્વારી વિશ્લેષક ચૌધરી રફીકુલ અબારરે અનાદોલુ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડી બાંગ્લાદેશ માટે એક અનોખો અને મહત્વનો સ્રોત છે અને બાંગ્લાદેશની સાર્વભૌમત્વ આ દેશના દરિયાઇ પ્રદેશ સાથે સંબંધિત છે.

રફીકુલે ભારતને વિનંતી કરી છે કે તે આ વિવાદ ઉકેલવામાં દરિયાઈ કાયદાને લઇ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનની જોગવાઇનું પાલન કરે. તેમણે જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ દાવો કરી રહ્યા છે કે બંને દેશો વચ્ચે સારા સંબંધો છે. આવી સ્થિતિમાં હું આશા રાખું છું કે બંને દેશો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયને સ્વીકારીને આ દાયકાઓ જૂના વિવાદનો ઉકેલ લાવી શકશે.

બાંગ્લાદેશ માટે મહત્વપૂર્ણ છે બંગાળની ખાડી

Advertisement

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં બાંગ્લાદેશના દાવા મુજબ ભારતનો બેઝ પોઈન્ટ 89 બાંગ્લાદેશની દરિયાઈ સરહદ નજીક આવેલો છે. તમને જણાવી દઈએ કે બંગાળની ખાડી દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં વ્યૂહાત્મક રીતે મહત્વની છે જે બાંગ્લાદેશ, ભારત અને મ્યાનમાર જેવા દેશો વચ્ચે વહેંચાયેલી છે. બંગાળની ખાડી ખાસ કરીને બાંગ્લાદેશ માટે મહત્વની છે કારણ કે આ સ્થળ હિલ્સા અને અન્ય માછલીઓનો મુખ્ય સ્ત્રોત છે. દરિયાકિનારે રહેતા લાખો લોકો બંગાળની ખાડીમાં માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

Read Also

The post મુશ્કેલી વધી / ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું બાંગ્લાદેશ, આ છે કારણ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next