Advertisement

હવે તો જાગો / CM સાહેબ તાત્કાલિક પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી આપો, અહીં હજારો પશુઓની હાલત દયનીય

12:15 PM Aug 28, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનીય બની છે. ગૌશાળા તેમજ પાંજરાપોળમાં આશ્રય લેતા હજારો પશુઓનો નિભાવ કરવો કઠિન બન્યો છે. થરાદ તાલુકામાં બે પાંજરાપોળ તેમજ 70 જેટલી ગૌશાળામાં અંદાજે 12 હજાર 351 જેટલી ગાયો તેમજ પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદના અભાવે ઘાસચારાની ભારે અછત વર્તાઈ છે.

રાજ્યમાંથી આવતા ઘાસચારાના ભાવ પણ આસમાને પહોંચ્યાં

સૂકો કે લીલો કોઈ પણ પ્રકારનો ઘાસચારો ન મળવાના કારણે ગાયો અને પશુઓની હાલત દયનીય થઈ ગઈ છે. બીજી તરફ અન્ય રાજ્યમાંથી આવતા ઘાસચારાના ભાવ પણ આસમાને પહોંચ્યાં છે. જેના કારણે હવે ગૌશાળા તેમજ પાંજરાપોળ સંચાલકોને ગાયોને જીવાડવી કઠિન સાબિત થઇ રહી છે.

MLA ગુલાબસિંહ રાજપૂતે CM રૂપાણીને પત્ર લખ્યો

ગૌશાળા તેમજ પાંજરાપોળ સંચાલકોએ બુધવારે મામલતદારને આવેદનપત્ર આપી બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી સરકારી સહાયની માંગ કરી હતી. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતએ પણ CM વિજય રૂપાણીને પત્ર લખીને તાત્કાલિક પાણી અને ઘાસની વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

ભાભર તાલુકામાં પણ ઘાસચારાની તીવ્ર અછત સર્જાતા હજારો જીવોનો નિભાવ કઠિન બન્યો

ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ બનાસકાંઠા જીલ્લા સહિત સરહદી વિસ્તારમાં વરસાદ ખેંચાઇ જતાં ભાભર તાલુકામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અહીંની ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની તીવ્ર અછત ઉભી થતાં હજારો જીવોનો નિભાવ કઠિન બન્યો છે.

Advertisement

ભાભરની પાંજરાપોળમાં 1500 જેટલા અબોલ પશુઓનો નિભાવ કરવામાં આવે છે. પરંતુ, હાલમાં પશુધનની સ્થિતી દયનીય બની ગઇ છે. પાંજરાપોળ સંચાલકો ખૂબજ મુશ્કેલભરી પરિસ્થિતીમાં પસાર થઇ રહ્યાં છે. કેમકે, બે વર્ષ થી કોરોનાની મહામારીના કારણે પાંજરાપોળ સાથે ગૌશાળાને દાતાઓ તરફથી મળતું દાન બંધ થતાં પાંજરાપોળની હાલત કફોડી બની ગઇ છે. તેમાં પણ આ વર્ષે ખેંચાયેલા વરસાદથી પડયા પર પાટુ લાગ્યા જેવી સ્થિતી સર્જાઇ છે.

પશુઓના નિભાવ માટે જરૂરી ઘાસચારાનો ભાવ બમણો થઈ જતાં મુંગા પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે… જેથી ભાભર પાંજરાપોળના ટ્રસ્ટીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે..

આવી જ કંઇક સ્થિતી  ભાભરની જલારામ ગૌશાળાની પણ છે. અહીં 9 હજારથી પણ વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. આ ગૌશાળામાં બીમાર ગાયોની સારવાર પણ કરવામાં આવે. જલારામ ગૌશાળામાં ગૌ હોસ્પિટલમાં ગાયોના કેન્સર તેમજ ફેક્ચરના ઓપરેશન સાથે સારવાર કરવામાં આવે છે. જેથી ગાયોની સારવાર માટે દવાઓનો હજારો રૂપિયાનો ખર્ચ પણ થાય છે. પરંતુ, હવે દાતાઓ તરફથી મળતું દાન બંધ થતાં જલારામ ગૌશાળાની હાલત દયનિય બનતા ટ્રસ્ટીઓ પશુધનને બચાવવા લાચાર બન્યા છે.

આમ તો, આપણે ત્યાં ગાયોને લઇને મોટા મોટા વાયદા વચનો અપાતા હોય છે. પરંતુ પશુધનની હાલત વાસ્તવમાં દયનીય છે. ત્યારે તંત્ર તરફથી આવી ગૌશાળાઓને શું મદદ કરાશે તે પ્રશ્ન છે.

READ ALSO

The post હવે તો જાગો / CM સાહેબ તાત્કાલિક પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી આપો, અહીં હજારો પશુઓની હાલત દયનીય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next