Advertisement

મેઘરાજાના રિસામણા પડશે ભારે / સૌરાષ્ટ્ર અને સરહદી જિલ્લાઓની હાલત કફોડી, હજુ વરસાદ ખેંચાશે તો ઉભી થશે ઘાસચારાની અછત

11:08 PM Aug 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે સૌથી વધુ ખરાબ હાલત બનાસકાંઠાના સરહદી વિસ્તારોની છે. દુષ્કાળના ભણકારા વચ્ચે પાક તો સુકાઈ રહ્યો છે. આવી જ સ્થિતિ રહી તો ઘાસચારાના પણ ફાંફા પડશે.

પાક સુકાઈ રહ્યો છે. પાણીના તળ ઉંડા છે અને આકાશ તરફ મીત માંડીને બેઠેલો ખેડૂત મેઘરાજએ હાથતાળી આપકા નિરાશ. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકોના શ્વાસ રૂંઘાઈ રહ્યાં છે અને તેમાં પણ કચ્છ સૌરાષ્ટ્ર સાથે સૌથી વધુ ખરાબ હાલત સરહદી જિલ્લા બનાસકાંઠાની છે. કપાસ દિવેલા ગવાર ઘાસચારા સહિત ના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર તો થયું પરંતુ હવે વરસાદ વીના ખેડૂકોની હાલત કફોડી છે. પાણીના તળ ઉંડા છે. કેનાલો તળિયા ઝાટક અને ખેડૂતો માટે દુષ્કાળના ભણકારા ડરામણા છે.

આમતો સમગ્ર જિલ્લામાં સ્થિતિ વિકટ છે. પરંતુ લાખાણી, દિયોદર, થરાદ જેવા તાલુકાઓ હાલવધુ ખરાબ છે. તો, જિલ્લાના તાલુકાઓમાં થયેલ વરસાદની વાત કરીયે તો સૌથી વધુ છતાં માત્ર 18 વરસાદ ભાભર તાલુકામાં અને સૌથી ઓછી લાખાણી તાલુકામાં માત્ર 7 % વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ?

  • તાલુકો                ટકા
  • લાખાણી             ૭
  • થરાદ                  ૯
  • દિયોદર               ૧૪
  • વાવ                   ૧૪
  • દાંતીવાડા             ૧૭
  • ભાભર                ૧૮

7 ટકાથી 18 ટકા વરસાદથી તો ઘાસચારાના પણ ફાંફા પડશે તેવા એંધાણ છે. 6 તાલુકામાં 20 ટકાથી ઓછો વરસાદ છે, ડિસા, વડગામ, પાલનપુર અને દાંતાને બાદ કરીએ તો બાકીના તાલુકાઓમાં 30 ટકા કરતા ઓછો વરસાદ છે. ખેડૂતોની માગ છે કે કાંકરેજ, દિયોદર, લાખણી તેમજ થરાદ પંથકના ગામોને નર્મદાના કમાન્ડ વિસ્તારમાં સામેલ કરવા આવે અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલમાં પાણી છોડવામાં આવે. વર્તમાન સ્થિતિ વિકટ છે. આવી જ સ્થિતિ રહી તો ખેડૂતોને પાક તો ઠીક ઘાસચારાના પણ ફાંફા પડશે અને સરહદી વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ બનશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post મેઘરાજાના રિસામણા પડશે ભારે / સૌરાષ્ટ્ર અને સરહદી જિલ્લાઓની હાલત કફોડી, હજુ વરસાદ ખેંચાશે તો ઉભી થશે ઘાસચારાની અછત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next