Advertisement

માનસિક ત્રાસથી કંટાળેલી બનાસકાંઠાના પાંથાવાડાની યુવતીએ કર્યો આપઘાત, સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો

11:25 AM Sep 03, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

બનાસકાંઠાના પાંથાવાડામાં દુષ્કર્મ થયા બાદ માનસિક ત્રાસથી કંટાળેલી યુવતીએ આપઘાત કરતા ભારે ચકચાર મચી ગઈ હતી. યુવતીની અંતિમ ક્રિયા બાદ મોબાઈલ રેકોર્ડિંગ મળી આવતા યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ત્રણ શખ્સો દ્વારા છેલ્લાં ચાર મહિનાથી યુવતીને બ્લેકમેઈલ કરીને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. દુષ્કર્મની આ ઘટનાને લઈને FSL સહિત મામલતદાર અને પોલીસની હાજરીમાં યુવતીનો મૃતદેહ બહાર કાઢી ફરી પીએમ માટે મોકલી દુષ્કર્મ અંગે તપાસ હાથ ધરાશે. હાલમાં પોલીસએ માનસિક ત્રાસ અને દુષ્કર્મના આરોપ હેઠળ ત્રણ લોકો સામે ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, ગામમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો તારીખ 25 ઓગસ્ટ 2021ના દિવસે મજૂરી કામકાજ અર્થે બહાર હતાં તે સમયે પરિવારની યુવતીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જો કે, એ વખતે પરિવારજનોએ કોઇ કાનૂની કાર્યવાહી કે પીએમ ન હોતું કરાવ્યું. જ્યારે સામાજિક રીત-રિવાજ મુજબ દફનવિધિ કરીને બેસણું પણ કરી દીધું હતું. જ્યાર બાદ પરિવારજનોએ ઘરમાં તપાસ હાથ ધરતા તારીખ 29 ઓગસ્ટ 2021ના રોજ બંધ હાલતમાં મોબાઈલ મળી આવ્યો હતો.

જો કે તેને ચાલુ કરતા રેકોર્ડીંગ મળી આવ્યું હતું જેને સાંભળતાં મૃતક યુવતીએ તેની બહેનપણી સાથે કરેલી વાતચીતથી જાણવા મળ્યું હતું કે, ‘ત્રણ શખ્સો દ્વારા છેલ્લાં 4 મહિનાથી કિશોરીને લલચાવી, ફોસલાવીને ગુદરી હાઈવે પર આવેલી દર્શન હોટલ નજીક લઈ જઈને તેણી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.’ બાદમાં કંટાળેલી આ યુવતીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post માનસિક ત્રાસથી કંટાળેલી બનાસકાંઠાના પાંથાવાડાની યુવતીએ કર્યો આપઘાત, સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next