Advertisement

હાલાકી / બનાસકાંઠામાં પશુધનની સ્થિતિ કફોડી, ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનિય

09:36 PM Aug 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા પશુધનની સ્થિતિ કફોડી બની છે. ઘાસચારો ન મળવાના કારણે ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનિય બની છે. થરાદ તાલુકાની ગૌશાળા અને પાંજરાપોળની કેવી સ્થિતિ છે જુઓ આ વિશેષ અહેવાલમાં…

એક બાજુ વરસાદની અછત, તો બીજી બાજુ ઘાસચારાની અછત અને દુષ્કાળના ભણકારા. વાત છે બનાસકાંઠા જિલ્લાની. પાંચ વર્ષ પહેલા જે બનાસકાંઠામાં અતિવૃષ્ટી થઈ હતી. તે જ બનાસકાંઠા આજે પાણી માટે તરસી રહ્યું છે. આ વર્ષે બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે. તેની માઠી અસર ખેડૂતોને તો પડી જ છે. સાથે પશુધનની પણ દયનીય હાલત થઈ છે. ગૌશાળા તેમજ પાંજરાપોળમાં આશ્રય લેતા હજારો પશુઓનો નિભાવ કઠિન બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે ગૌશાળા તેમજ પાંજરાપોળમાં આવતી દાનની રકમ પણ ઘટી ગઈ છે તેથી પણ આર્થિત સ્થિતિ પણ કથળેલી છે.

થરાદ તાલુકામાં બે પાંજરાપોળ તેમજ સત્તર જેટલી ગૌશાળામાં અંદાજે પંદર હજારથી વધુ પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. પરંતુ વરસાદના અભાવે ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે. સૂકો કે લીલો ઘાસચારો મેળવવો મુશ્કેલ બની ગયો છે. તો બીજી તરફ અન્ય રાજ્યમાંથી  આવતા ઘાસચારાના ભાવ પણ આસમાને છે. જેને કારણે હવે ગૌશાળા તેમજ પાંજરાપોળ સંચાલકોને પશુઓનો નિભાવ કરવો કઠિન બન્યો છે. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે સીએમ રૂપાણીને પત્ર લખી થરાદને અછતગ્રસ્ત જાહેર કરવા તથા તાત્કાલિક પાણી અને ઘાસચારાની વ્યવસ્થા પૂરી પાડવા માંગ કરી છે.

થરાદ તાલુકાના ગૌશાળા તેમજ પાંજરાપોળ સંચાલકોએ પણ બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા માગ કરી છે. અને આ માટે તેમણે પણ મામલતદારને આવેદનપત્ર આપી પશુઓના નિભાવ માટે સહાય કરવા રજૂઆત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post હાલાકી / બનાસકાંઠામાં પશુધનની સ્થિતિ કફોડી, ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનિય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next