Advertisement

આ તે કેવી ક્રૂરતા / નોકરીમાંથી છુટ્ટો કરાતા ડ્રાઇવરે સરપંચને ઉતાર્યા મોતને ઘાટ, ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

11:52 AM Sep 06, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

બનાસકાંઠા જિલ્લાના ડીસાના મુડેઠા ગામના સરપંચ કાંતિજી રાઠોડની મોડી રાત્રે કરપીણ હત્યા કરવામાં આવી હતી. સરપંચની હત્યાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પંચાયતમાંથી નોકરીમાંથી છુટ્ટા કરેલા ડ્રાઈવરએ અદાવતમાં હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આરોપીએ ટ્રેક્ટરની ટક્કર મારી સરપંચની હત્યા કરી હોવાનો આરોપીએ કબૂલાત કરી હતી. ભીલડી પોલીસએ સરપંચની હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રાઇવર અગાઉ સરપંચને ત્યાં ડ્રાઇવર તરીકે રહેતો હતો

અત્રે મહત્વનું છે કે, ભીલડી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસએ હત્યારા શખ્સ સામે ગુનો નોંધીને તેને ઝડપી લઈ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ડીસા તાલુકાની મુડેઠા દુદાણી પાર્ટીના ઇશ્વરજી શાંતિજી રાઠોડ અગાઉ ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડના ત્યાં ડ્રાઇવર તરીકે રહેતો હતો.

જો કે તેને છૂટ્ટો કરવામાં આવતા શનિવારની સાંજે રતનપુરાના ક્રોસિંગ આગળ ચરખીવાળા ટ્રેક્ટરથી સરપંચ કાંતિજીને જાનથી મારી નાખવાના ઈરાદે કારને આગળના ભાગે ટક્કર મારી હતી. ત્યાર બાદ ભારતજી વેલજી રાઠોડના ઘર આગળ સરપંચ અને ગામના દિનેશજી બાબુજી રાઠોડ ઊભા હતાં. ત્યારે ચરખીવાળુ ટ્રેક્ટર લઇને આવેલા ઇશ્વરજી શાંતિજીને ટ્રેક્ટર ઊભું રાખવાનો ઇશારો કર્યો હતો.

કોઇ અનિચ્છિનીય ઘટના ન ઘટે એ માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત

જો કે તેને ઝડપભેર ટ્રેક્ટર ચલાવી સરપંચ રાઠોડ કાન્તિજી તલજી પર ટ્રેક્ટર ચલાવી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે દિનેશજી બાબુજી રાઠોડએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઇન્ચાર્જ PSI એ ઘટનાસ્થળે પહોંચી આરોપી વિરુદ્ધ કલમ 302 અને 307 મુજબ ગુનો દાખલ કરી કાન્તિજીના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરાવી વાલી વારસોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

Advertisement

નોંધનીય છે કે, સરપંચના મોતથી ગામમાં ભારે શોક છવાઇ ગયો છે. જો કે, તેઓની અંતિમયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. દરમિયાન કોઇ અનિચ્છિનીય ઘટના ન ઘટે એ માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરી તેનો કોરોનાનો રિપોર્ટ કરાવી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post આ તે કેવી ક્રૂરતા / નોકરીમાંથી છુટ્ટો કરાતા ડ્રાઇવરે સરપંચને ઉતાર્યા મોતને ઘાટ, ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next