Advertisement

બનાસકાંઠામાં સતત 2 દિવસથી વરસતા ભારે વરસાદથી સિવિલના દર્દીઓ પરેશાન, હજુ પણ મેઘરાજાની ભારે બેટિંગની આગાહી

10:21 AM Sep 10, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

હવામાન વિભાગની આગાહીને લઈને 2 દિવસથી બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે વરસાદને લઇને પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. હાઇ-વે વિસ્તાર હોય કે પાલનપુરમાં શહેરી વિસ્તાર હોય તેમાં પણ પાણી ભરાઇ ગયા છે. પાલનપુરની હાર્દ સમી ગણાતી સિવિલ હોસ્પિટલમાં પણ ૨ ફુટ પાણી ભરાયા છે સિવિલમાં હજારો દર્દીઓ આવતા જતા હોય છે અને તેમને આ વરસાદી પાણીને લઇને મુશ્કેલી પડે છે.

પાણીની નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓ ભોગવી રહ્યાં છે ભારે હાલાંકી

દર વર્ષે ચોમાસામાં પુષ્કળ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે પરંતુ પાણીની નિકાલની કોઇ વ્યવસ્થા નથી. જો કે આ પ્રકારે પ્રકારે સિવિલ સત્તાવાળાઓ છે તે પાણીની સમસ્યાનો નિકાલ કરી શકતા નથી અને જેને લઇને દર્દીઓ હાલાંકી ભોગવી રહ્યાં છે.

તારીખ 12 સપ્ટેમ્બર સુધી બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. તારીખ 9 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, મામલતદાર, TDO, લાયઝન અધિકારી સહિતના અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. પૂરતા સ્ટાફ સાથે હેડ કવાર્ટર પર રહેવા પણ સૂચના આપવામાં આવી છે. આગામી 4 દિવસ માટે અધિકારીઓને હેડ કવાર્ટર પર રહેવા અધિક નાયબ કલેક્ટરે સૂચના આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post બનાસકાંઠામાં સતત 2 દિવસથી વરસતા ભારે વરસાદથી સિવિલના દર્દીઓ પરેશાન, હજુ પણ મેઘરાજાની ભારે બેટિંગની આગાહી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next