Advertisement

ડીસામાં ઘી બનાવતી ફેક્ટરીઓ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

04:51 PM Aug 01, 2019 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘી બનાવતી ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા. અખાદ્ય ઘી બનતું હોવાની ફરિયાદોના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી હતી.

અધિકારીઓએ શહેરના લાઠી બજાર વિસ્તારમાં દરોડા પાડી અલગ અલગ કંપનીના ઘીના નમૂનાઓ લીધા હતા. રાજકોટમાં પડેલા દરોડા દરમ્યાન ડીસામાં પણ પૂજન ઓઈલના નામે ઘીનું વેચાણ થતું હોવાની હકીકતના આધારે બનાસકાંઠાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ ડીસા દોડી આવી હતી. અધિકારીઓએ પૂર્વિત ટ્રેડર્સ અને વીર ટ્રેડર્સ નામની બે ફેક્ટરી પરથી 1 કિલોના છવીસ ડબ્બા સીઝ કરી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. ઘીની ફેક્ટરીઓમાં દરોડાની કાર્યવાહીને કારણે અન્ય ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

CRICKET.GSTV.IN

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

The post ડીસામાં ઘી બનાવતી ફેક્ટરીઓ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next