Advertisement

વરસાદના અભાવે બનાસકાંઠા જિલ્લો કોરોધાકોર, ખેડૂતોની નજર સામે જ સુકાઇ રહ્યો છે પાક

10:04 PM Aug 12, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

જેના ભરોસે જગતનો તાત બેઠો છે તે મેઘરાજાએ ચોમાસાની પહેલી સીઝનમાં હાથતાળી આપતા હવે ખેડૂતોના પાક સુકાઇ રહ્યા છે. બનાસકાંઠાના મોટાભાગના ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ન પડતાં ખેડૂતોનો મહામુલો પાક તેમની નજર સમક્ષ જ સુકાઈ રહ્યો હોવાથી તેઓ ખેડૂતો ચિંતિત બન્યા છે.

બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો સારા વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે. આ વર્ષે પણ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવી વાવેતર કર્યું. પરંતુ મેઘરાજા જાણે કે રિસાયા હોય તેમ સમગ્ર જિલ્લામાં નહિંવત વરસાદ પડતા ખેડૂતોનો પાક સુકાઇ રહ્યો છે. જિલ્લામાં આવેલા 3 ડેમના પણ તળિયા ઝાટક હોવાથી પાણી માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. હવે ટૂંક સમયમાં વરસાદ નહીં વરસે તો મોંઘા ભાવે કરેલી વાવણી સંપૂર્ણ નિષ્ફળ જશે.

બનાસકાંઠામાં કુલ 5 લાખ 46 હજાર હેક્ટરમાં બાજરી, જુવાર, મગફળી અને ઘાસચારા સહિતનું વાવેતર થયું છે. પરંતુ અત્યાર સુધીમાં ફક્ત 28 ટકા જ વરસાદ થયો છે. જે સરેરાશ કરતા ખૂબ ઓછો છે. ત્યારે જો વરસાદ નહિ આવે તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના પાકોનો સર્વે કરી સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે તેમ ખેતીવાડી અધિકારીનું કહેવું છે.

બનાસકાંઠામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાથી મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ આ વર્ષે નહિવત વરસાદ થતાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરવો પણ મુશ્કેલ બન્યો છે. મોટા ભાગના ખેડૂતો સિંચાઇ માટે ચોમાસામાં સારા વરસાદની રાહ જોતા હોય છે. પરંતુ આ વખતે વરસાદે હાથતાળી આપતા ખેડૂતોએ માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે.

Read Also

Advertisement

The post વરસાદના અભાવે બનાસકાંઠા જિલ્લો કોરોધાકોર, ખેડૂતોની નજર સામે જ સુકાઇ રહ્યો છે પાક appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next